બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / વડોદરા / .....So my ticket is cut: Independent candidate Madhu Srivastava's shocking revelation after polling

મોટું નિવેદન / .....એટલે મારી ટિકિટ કપાઇ: મતદાન બાદ અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવનો ચોંકાવનારો ખુલાસો

Priyakant

Last Updated: 10:10 AM, 5 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે મતદાન કર્યા બાદ મોટું નિવેદન આપ્યું

  • વાઘોડિયાના વ્યારા ગામે અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે મતદાન કર્યુ
  • મધુ શ્રીવાસ્તવે મતદાન કર્યા બાદ ભાજપ પર લગાવ્યા આક્ષેપ
  • 300 કરોડનુ કૌભાંડ મે ઝડપ્યુ તેથી મારી ટિકિટ કપાઈઃ મધુ
  • ચૂંટણી જીત્યા બાદ ભાજપમાં જવુ કે નહી તે કાર્યકરો નક્કી કરશેઃ મધુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. તેવામાં આજે વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે પણ મતદાન કર્યું છે. તો વળી મતદાન કર્યા બાદ હવે મધુ શ્રીવાસ્તવે એક મોટું નિવેદન આપ્યું છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મેં 300 કરોડનું કૌભાંડ ઝડપ્યું હતું તેથી જ મારી ટિકિટ કાપવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો છે. 

મધુ શ્રીવાસ્તવે કર્યું વ્યારા ગામે કર્યું મતદાન

વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે વ્યારા ગામે મતદાન કર્યું છે. મહત્વનું છે કે, ભાજપે ટિકિટ નહીં આપતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ દાવેદારી નોંધાવી હતી. આ તરફ હવે આજે મતદાન કર્યા બાદ મધુ શ્રીવાસ્તવે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, મેં 300 કરોડનું કૌભાંડ ઝડપ્યું હતું. કૌભાંડ ઝડપવાથી મારી ટિકિટ કાપવામાં આવી. આ સાથે ભાજપના સાંસદે મારી ટિકિટ કાપી હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. 

આ સાથે ભાજપમાં જોડાવાને લઈ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ ભાજપમાં જોડાવું કે નહીં તે અંગે કાર્યકરો નિર્ણય કરશે. મહત્વનું છે કે, ભાજપમાં થી ટિકિટ કપાયા બાદ મધુ શ્રીવાસ્તવે અપક્ષ દાવેદારી નોંધાવી હતી. 

આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે. જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. આજે 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારો સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. આગામી 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ