બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / smriti irani cancelled the shooting for the kapil sharma show

ના હોય! / કપિલ શર્માના ગાર્ડે સ્મૃતિ ઈરાનીને ન આપી એન્ટ્રી, ગુસ્સામાં મંત્રીએ કર્યું એવું કે સેટ પર મચી ગઈ અફરાતફરી

Kinjari

Last Updated: 12:29 PM, 24 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાના પુસ્તક લાલ સલામના પ્રમોશન માટે સ્મૃતિ ઇરાની કપિલ શર્મા શોમાં પહોંચી હતી. ગાર્ડે કેન્દ્રિય મંત્રીને ઓળખી નહી અને સેટ પર જવા ન દીધી. તેનાથી નારાજ થયેલી સ્મૃતિએ શૂટિંગ રોકી દીધું હતું.

  • સ્મૃતિ ઇરાનીને ગાર્ડે અટકાવી
  • કપિલ શર્મા શો પર હતુ શૂટિંગ
  • નારાજ થયેલ સ્મૃતિએ ન કરી કોઇ વાત

સેટ પર મચ્યો ખળભળાટ
જ્યારે કપિલ શર્મા અને તેની પ્રોડક્શન ટીમને આ વાતની જાણકારી થઇ તો સેટ પર ખળભળાટ મચી ગયો હતો. પ્રોડક્શન ટીમે સ્મૃતિ સાથે ઘણી વાત કરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્મૃતિએ નારાજ થઇને શૂટિંગ કરવાની ના પાડી દીધી હતી. જે બાદ સેટ પર પોલીસ કાફલો પહોંચ્યો અને કેન્સલ થયેલું શૂટિંગ થઇ જ ન શક્યું. 

 

 

ગાર્ડે ધરા'ર ના આપી એન્ટ્રી
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રી અને તેના ડ્રાઇવર તેમજ બે લોકોની ટીમ સાથે સ્મૃતિ સેટ પર પહોંચી હતી. એન્ટ્રન્સ પર સિક્યોરીટી ગાર્ડે તેને ઓળખી નહી અને અંદર જવા પર મનાઇ ફરમાવી દીધી. સ્મૃતિએ કહ્યું કે શૂટિંગ માટે તેને ઇન્વાઇટ કરવામાં આવી છે. તે સ્પેશ્યલ ગેસ્ટ છે. તેના પર ગાર્ડે કહ્યું મને કોઇ ઓર્ડર આવ્યો નથી સોરી મેડમ તમે અંદર નહી જઇ શકો. 

Zomatoનો ડિલિવરી બોય પૂછ્યા વગર અંદર ગયો
સ્મૃતિ ગાર્ડને ઘણા સમય સુધી સમજાવવાનો પ્રયત્ન કરતી રહી, પરંતુ ગાર્ડ માન્યો નહી. પછી Zomatoનો ડિલિવરી બોય આવ્યો, તે કલાકારો માટે ફૂડ પેકેટ્સ પહોંચાડવા અંદર આવ્યો હતો, ગાર્ડે તેને કંઈપણ પૂછ્યા વગર જવા દીધો. જેના પર કેન્દ્રીય મંત્રી ખૂબ નારાજ થયા હતા. મળતી માહિતી મુજબ તેણે પ્રોડક્શન ટીમ અને કપિલ શર્માને ફોન પણ કર્યા હતા, પરંતુ વાતચીત થઈ શકી ન હતી. છેવટે ગુસ્સામાં આવીને સ્મૃતિ ઈરાની શૂટિંગ કર્યા વિના જ પરત ફરી હતી.

 

 

મામલાની જાણ થતાં ગાર્ડે ફોન સ્વીચ ઓફ કર્યો
જ્યારે સિક્યુરિટી ગાર્ડને ખબર પડી કે તેણે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને અંદર જતી અટકાવી છે તો ગભરાઈને ભાગી ગયો હતો. તેણે પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો છે. 

થ્રિલર પુસ્તક છે 'લાલ સલામ' 
જાણકારી અનુસાર, સ્મૃતિ ઈરાનીએ આ રોમાંચક પુસ્તક 'લાલ સલામ' સત્ય ઘટના પર લખી છે અને આ પુસ્તકને પૂર્ણ કરવામાં તેમને લગભગ 10 વર્ષ લાગ્યા છે. વેસ્ટલેન્ડ પબ્લિશિંગ કંપનીનું આ પુસ્તક 29 નવેમ્બરે બજારમાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ