અત્યારના સમયમાં દરેક વ્યક્તિ સ્માર્ટફોન યુઝ કરે છે, પરંતુ તેની સંભાળ રાખવી પણ તેટલી જ જરુરી છે. ગરમીમાં સ્માર્ટફોનમાં થાય છે બ્લાસ્ટ...
બિનજરુરી ફોનનો ઉપયોગ ટાળો
ફોન ગરમ થયો હોય તો ફોન કવર કાઢી નાંખો
ગરમીમાં સ્માર્ટ ફોનમાં બ્લાસ્ટ થવાના અનેક કિસ્સા સામે આવે છે. વધારે ગરમ થવા પર અને વધારે ગરમી પડવાની અસર સ્માર્ટફોન પર પડે છે. ગરમીની સિઝનમાં પોન પર વાત કરવી, મેસેજ કરવા પણ વધુ મુશ્કિલ બની જાય છે. એટલુ જ નહીં અનેક પરિસ્થિતિઓમાં આ ખતરનાક બની શકે છે. જો ગરમીમાં તમારો ફોન ગરમ થઉ રહ્યો છે, તો આ ટિપ્સ ફોલો કરવા પર ફોનને ઠંડો રાખી શકાશે....
1. ગરમીથી બચાવોઃ
જે રીતે વ્યક્તિ ગરમીથી છાયડોમાં રહે છે. તે જ રીતે તમારા ફોનને પણ છાયડાની જરુર હોય છે. તડકાથી તમારો ફોન બચે તેવો પ્રયત્ન કરો, કારણ કે સૂર્ય પ્રકાશ સ્માર્ટફોનને ઝડપથી ગરમ કરે છે. તેથી ઘરમાં બારીની પાસે ફોન ના રાખો, ધાબળા(બ્લેનકેટ)નીચે ફોન ના રાખો.
2. મોબાઇલ કવર બની શકે છે ખતરનાક
આપણે સૌકોઇ જાણીએ છીએ કે મોબાઇલ કવર આપણા ફોનને સિક્યોર કરે છે. ઠંડીની સિઝનમાં મોબાઇલ કવરને બેસ્ટ માનવામાં આવે છે. પરંતુ ગરમીમાં તેના ઉપયોગથી સતર્ક રહેવુ જોઇએ. જ્યારે તમે ઘર કે ઓફિસમાં ફોનનો ઉપયોગ કરો ત્યારે ફોન કવર કાઢી નાંખો. કારણ કે ગરમ ફોન પેક રહેતો ખતરનાક સાબિત થઇ શકે છે.
3. સેટિંગમાં કરો આ બદલાવ
પોતાની સ્ક્રીનની બ્રાઇટનેસને બની શકે એટલી ઓછી રાખો. જે બેટરીનો ઉપયોગ ઘટાડશે, જેનાથી ડિવાઇસ ઓછો ગરમ થશે.
4. ફોનને આપો થોડો આરામ
સતત ફોનનો ઉપયોગ ફોનને ગરમ કરી શકે છે. ગરમીમાં જો ફોન ગરમ થાય તો ફાટવાની શક્યતા વધી જાય છે. જો તમને લાગે કે તમારે હમણાં કોઇનો ફોન આવવાનો નથી અને તમારે ફોનનું કામ પણ નથી તો ફોનને એરોપ્લેન મોડ પર મૂકી દો.
5. ગેમિંગ સ્માર્ટફોન
ગેમિંગ ફોનમાં ઓવરક્લોક્ડ મોડ હોય છે જે ફોનમાં પ્રદર્શનને વધારે છે. જો તમે નથી જાણતા કે તમારા ફોનમાં આ પ્રકારનો મોડ છે કે નહીં, તો તે તપાસો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.