બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / SL vs AFG: Rahmanullah Gurbaz beat Rohit Sharma to make this big record in his name
Megha
Last Updated: 08:11 PM, 4 September 2022
ADVERTISEMENT
એશિયા કપ 2022માં સુપર-4ની પ્રથમ મેચ ગઈકાલે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે 45 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા મારીને 84 રન ની ઇનિંગ રમી હતી. જણાવી દઈએ કે એશિયા કપમાં આ ઇનિંગ રમીને તેને ભારતીય કેપ્ટન રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.
Overall it was a good game being a loosing side always disappoint you but we fought well try best of our level we will come more stronger next time IN SHA ALLAH AFGHANISTAN ZINDA ABAD🇦🇫🤲🫡 pic.twitter.com/7Re8rIbPpe
— Rahmanullah Gurbaz (@RGurbaz_21) September 3, 2022
ADVERTISEMENT
ગુરબાઝે તોડ્યો હિટ મેનનો રેકોર્ડ
એશિયા કપ 2022ની સુપર 4 ના પહેલા મેચમાં અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝે શ્રીલંકા સામે 45 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 84 રનની ઇનિંગ રમી હતી. એશિયા કપમાં આ વિસ્ફોટક ઇનિંગના કારણે ગુરબાઝે હિટ મેન રોહિત શર્માનો મોટા રેકોર્ડને તોડી નાખ્યો છે.
જણાવી દઈએ કે એશિયા કપના T20 ફોર્મેટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માનો સૌથી વધુ 83 રન બનાવવાનો રેકોર્ડ હતો જે રોહિતે વર્ષ 2016માં બનાવ્યો હતો. ગઈકાલની શ્રીલંકા અને અફઘાનિસ્તાનની સુપર 4ની મેચમાં શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રહેમાનુલ્લાહ ગુરબાઝે 84 રન બનાવીને રોહિત શર્માને પાછળ છોડી દીધો હતો. હવે ગુરબાઝ એશિયા કપના T20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
4️⃣ Fours and 6⃣ Sixes, Strike-rate of 186.66 🔥
— Cricket Pakistan (@cricketpakcompk) September 3, 2022
Rahmanullah Gurbaz was dropped early and has made Sri Lanka pay 🙌#SLvAFG #AsiaCup2022 pic.twitter.com/Y9OhE7iIRF
એશિયા કપના T20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
રહેમાનુલ્લા ગુરબાઝે એશિયા કપ 2022ની 3 મેચમાં 135 રન બનાવ્યા છે. આ સાથે જ ગુરબાઝે પોતાનો સૌથી વધુ સ્કોર શ્રીલંકા સામે 84 રન બનાવ્યો છે. ગુરબાઝ એશિયા કપમાં 45ની એવરેજ અને 166.66ની શાનદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.