Sky curiosity was seen in Sabarkantha, Surat and Panchmahal
PHOTOS /
સાબરકાંઠા, સુરત અને ગાંધીનગરના આકાશમાં દેખાયા આશ્ચર્યજનક દ્રશ્યો, હાર બંધ તારા જેવી કૃતિ દેખાતા કુતૂહલ
Team VTV09:48 PM, 02 Feb 23
| Updated: 09:07 AM, 03 Feb 23
સાબરકાંઠા, સુરત અને પંચમહાલ તેમજ ગાંધીનગરમાં આકાશી કુતૂહલ જોવા મળ્યું, આકાશમાં શું હતું તે અંગે લોકોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થયાં
સાબરકાંઠા, સુરત તેમજ પંચમહાલમાં આકાશી કુતૂહલ જોવા મળ્યું
પંચમહાલ, ગાંધીનગરમાં પણ આકાશી કુતૂહલ ચર્ચાનો વિષય બન્યો
આકાશમાં શું હતું તે અંગે લોકોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થયા
સાબરકાંઠા, સુરત તેમજ પંચમહાલમાં આકાશી કુતૂહલ જોવા મળ્યું છે. જેને લઈ લોકો ભય સાથે ચિંતામાં મુકાઈ વિચારમગ્ન થયા છે. સાબરકાંઠાના ઈડર હિંમતનગર તલોદ વિસ્તારમાં આકાશમાં તારા જેવી ટ્રેન આકાશમાં દેખાઈ હોવાનું જાણવા મળ્યું છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આકાશમાં લાલ કલરની લાઈન દેખાઈ છે. જ્યારે પંચમહાલ, ગાંધીનગરમાં આકાશી કુતૂહલ જોવા મળ્યું છે.
સાબરકાંઠામાં આકાશી કુતૂહલ
સાબરકાંઠાના ઈડર હિંમતનગર તલોદ વિસ્તારના આકાશમાં તારા જેવી ટ્રેન દેખાઇ છે. આકાશમાં હાર બંધ તારા જેવી કૃતિ દેખાઇ છે. આકાશમાં શું હતું તે અંગે લોકોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થયા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પણ આ વિસ્તારમાં આ પ્રકારે દ્રશ્યો જોવા મળ્યા હતાં.
સુરતના ગ્રામ્યમાં આકાશમાં આશ્ચર્યજનક દ્રશ્યો દેખાયા
સુરતના ગ્રામ્યમાં આકાશમાં આશ્ચર્યજનક દ્રશ્યો દેખાયા છે. બે ત્રણ મિનિટ આકાશમાં લાલ કલરની લાઈન દેખાઈ છે. માંગરોળ, ઓલપાડ સહિતના તાલુકામાં દ્રશ્ય જોવા મળ્યાં છે.
પંચમહાલમાં આકાશમાં શું હતું તેને લઈ ચર્ચાનો વિષય બન્યો
પંચમહાલમાં પણ આકાશી કુતૂહલ જોવા મળ્યું છે. લોકો કુતૂહલ જોઈ અચંબિત થયા હતાં. આખરે આકાશમાં શું હતું તેને લઈ ચર્ચાનો વિષય બન્યો છે.
ગાંધીનગરના આકાશમાં પણ દેખાયું આકાશી કુતૂહલ
સાબરકાંઠા,સુરત અને પંચમહાલમાં આકાશમાં હાર બંધ તારા જેવી કૃતિ દેખાયા બાદ ગાંધીનગરના આકાશમાં પણ આકાશી કુતૂહલ જોવા મળ્યું છે.