બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ફેશન અને સૌંદર્ય / skin care onion diy hacks onions can add extra beauty on your skin

અકસીર / માત્ર વાળ જ નહીં, પરંતુ સ્કીન સુંદર રાખવી હોય તો પણ કરો ડુંગળીનો ઉપયોગ

Premal

Last Updated: 07:36 PM, 20 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રસોડામાં ખાવાનું સ્વાદીષ્ટ બનાવવા માટે ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અત્યારે વાળને મજબુત કરવા માટે પણ ડુંગળીનો પ્રયોગ કારગત નિવડે છે. ડુંગળીના ઉપયોગથી વાળ મજબુત થાય છે અને વાળમાં વધુ ચમક આવે છે.

  • વાળને મજબુત કરવા માટે ડુંગળીનો પ્રયોગ છે કારગત
  • ડુંગળીનો ઉપયોગ કરવાથી તમારા વાળમાં આવશે ચમક
  • સ્કિન કેરમાં ડુંગળીનો પ્રયોગ કરવાથી તમને થશે ઘણાં ફાયદા

સ્કિન કેરમા ડુંગળીનો ઉપયોગ સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચલિત થઇ રહ્યો છે. ડુંગળીમાં એક ખાસ એન્ઝાઈમ હોય છે, જે સ્કિનને ફ્લેક્સિબલ અને કોમળ બનાવે છે જ્યારે સ્કિન પર તેના પ્રયોગ કરવાથી સ્કિનમાં ચમક આવે છે. તો આજે અમને જણાવીશું કે સ્કિન કેરમાં ડુંગળીના પ્રયોગ કરવાથી તમને કયા ફાયદા થાય છે.

સ્કિનમાં ચમક માટે

જો તમે ડ્રાય સ્કિનથી પરેશાન છો તો તમે ડુંગળીનું ફેસ માસ્ક બનાવીને પ્રયોગ કરી શકો છો. જે ચહેરા પર નેચરલ ગ્લો લાવે છે અને ચહેરાની ચમક વધારે છે. જેનો પ્રયોગ કરવાથી કાળા ધબ્બા અને ખિલને દૂર કરે છે. સ્કિનમાં ચમક માટે તમારે ત્રણ ચમચી દહી અને એક નાની ડુંગળી લેવી પડશે.

ડુંગળીનું ફેસ માસ્ક બનાવવાની પદ્ધતિ

સૌથી પહેલા ડુંગળીને વાટીને તેની પેસ્ટ બનાવી નાખો. હવે ડુંગળીની પેસ્ટમાં ત્રણ ચમચી દહી ભેગુ કરો. અને તેને ચહેરા પર માસ્કની જેમ લગાવી લો. 15 મિનિટ બાદ તેને ધોઈ નાખો. આવુ તમે એક અઠવાડિયામાં એક દિવસ કરી શકો છો.

ખીલ માટે

જો તમે ખીલથી પરેશાન છો તો ખીલને દૂર કરવા માટે ડુંગળીનો પેક ચહેરા પર લગાવો. પેકને બનાવવા માટે લીંબુનો રસ 1 ચમચી, મધ 1 ચમચી અને એક ડુંગળી લો. એક ડુંગળીની પેસ્ટ બનાવી લો અને તેમાં 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ ભેગુ કરો. હવે તેને તમારા ચહેરા પર જ્યાં ખિલ થયા હોય ત્યાં લગાવી લો. 20 મિનિટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો.

હોઠોની કાળાશ દૂર કરવા માટે

ડુંગળીની મદદથી તમારા હોઠ ગુલાબી થઇ શકે છે.  આ ઉપરાંત હોઠ કોમળ અને ચમકદાર પણ બની શકે છે. જેના માટે તમારે ડુંગળીના રસમાં વિટામિન ઈ તેલ ભેગુ કરો અને રાત્રે ઉંઘતા પહેલા તેને પોતાના હોઠ પર લગાવો. આમ દરરોજ કરો. એક મહિના બાદ તમારા હોઠ રંગીન થઇ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ