બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / ભાવનગર / Sir T.hospital of Bhavnagar. Banners of the accident zone on the fifth floor

ભાવનગર / 'આ બિલ્ડિંગ જર્જરિત, દૂર રહેવા વિનંતી' : સર ટી. હોસ્પિટલના પાંચમાં માળે ચેતવણીના બેનરો લાગતા દર્દીના જીવ તાળવે ચોંટ્યા

Kishor

Last Updated: 05:54 PM, 26 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં આંખના વિભાગનું બાંધકામ જર્જરિત હોવાના બેનરો લાગ્યા છે.

 

  • ભાવનગરની સર.ટી.હોસ્પિટલનું બિલ્ડીંગ જોખમી હોવાના લાગ્યાં બેનર
  • બિલ્ડીંગના પાંચમાં માળે છત-દિવાલો જર્જરિત
  • તંત્ર દ્વારા જ લોકોને સૂચના આપતા બેનરો હોસ્પિટલમાં લગાવાયા

ભાવનગરની સર.ટી.હોસ્પિટલ ભાવનગર પંથકના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. પરંતુ જ્યાં હજ્જારો દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે તે હોસ્પિટલનું બિલ્ડીંગ જોખમી હોવાના બેનરો લાગ્યાં છે. હોસ્પિટલના પાંચમાં માળે ચેતવણી આપતા બેનરો લગાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે, સબંધિત વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે આંખ વિભાગના ફ્લોર પર છત-દિવાલો જોખમી હોવાના પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે ત્યારે આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. 

લોકહિતને પગલે સલામતીના બેનર લગાવતુ હોસ્પિટલ તંત્ર 
ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં દરરોજ હજ્જારોની સંખ્યામાં દર્દીઓની ઓપીડી અને ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. પરંતુ સમયના વ્હાણા વીતી જતાં ભાવનગરની સર.ટી.હોસ્પિટલનું બાંધકામ જીર્ણ થવા લાગ્યું છે જેને પગલે હોસ્પિટલની છતમાંથી અવારનવાર પોપડા ખરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. અમુક બનાવોમાં તો દર્દી અને તેંના સગાઓ પર પણ પોપડા ખર્યાના કિસ્સાઓ હજરાહજુર છે. વધુમાં હોસ્પિટના બાંધકામના તળીયે ગટર ઉભરાવાની પણ ભૂતકાળમાં ફરિયાદ ઉઠી છે. ત્યારે હવે જ્યાં આંખ વિભાગ કાર્યરત છે તે હોસ્પિટલનો પાંચમો માળ જોખમી હોવાનું ખુદ તંત્રએ સ્વીકાર્યું છે. એટલું જ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેના સબંધીઓના હિતને ધ્યાને લઈને  ખુદ હોસ્પિટલ સંચાલકો દ્વારા પાંચમો માળ જોખમી હોવાના બેનરો પ્રસિદ્ધ કરાયા છે અને સતર્ક રહેવાં બેનરમાં સૂચન કરાયું છે. 

જર્જરીત બિલ્ડિંગને નવુંરૂપ આપવા લોક માંગ
ત્યારે લોકોમાંથી ઊઠતો સવાલ એ છે કે, માત્ર બેનર પ્રસિદ્ધ કરવાથી જવાબદારી પૂર્ણ થતી નથી. પરતું આંખ વિભાગની મુલાકાતે આવતા કોઇ પણ લોકોને નુકસાન કે જાનહાનિ ન થયા તે પહેલા સબંધિત વિભાગને જાણ કરી કામ મંજૂર કરાવવું જોઈએ. બેનર લગાવવાની મથામણ મૂકી તંત્ર દ્વારા આ બાંધકામને નવુંનકોર બનાવવાની દિશામાં કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ