બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / Singer KK's demise: Case of unnatural death registered, post-mortem to be conducted in Kolkata today

BIG NEWS / KK ના ચહેરા અને માથાના ભાગે ઈજા, પોલીસે દાખલ કર્યો કેસ, પૂછપરછ શરૂ

ParthB

Last Updated: 09:39 AM, 1 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંગર કેકેના કપાળ અને હોઠ પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. આ પછી પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે.

  • સિંગર કેકેના મૃત્યુને લઈને કોલકાતામાં સસ્પેન્સ વધી ગયું છે.
  • KKના કપાળ અને હોઠ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા
  • જેને લઈને પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે.

સિંગર કેકેના મૃત્યુને લઈને કોલકાતામાં સસ્પેન્સ વધી ગયું છે. તેના કપાળ અને હોઠ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આ પછી પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોલીસ કેકેના મૃત્યુના સંબંધમાં આયોજકો અને હોટલ સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનું આયોજન ગુરુદાસ મહાવિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું અને આ ફેસ્ટનું નામ આપવામાં આવ્યું હતું – ઉત્કર્ષ 2022. કાર્યક્રમનું આયોજન નઝરૂલ મંચમાં કરવામાં આવ્યું હતું. હાલ ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે સંગીતકારનું મૃત્યુ શારીરિક બિમારીને કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર. 

ગાયક કેકેના મૃત્યુ પર પ્રશ્ન

ગાયક કેકેના મોત પર સવાલો ઉઠી રહ્યા છે. બંગાળ ભાજપના પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષે રાજ્ય સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જે રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે યોગ્ય નથી, તેની તપાસ થવી જોઈએ. દિલીપ ઘોષે વધુમાં કહ્યું કે એસી વગર અને આટલી ભીડમાં કેવી રીતે કામ કરવું પડ્યું. તેણે કહ્યું કે ક્ષમતા કરતા વધારે ભીડ હતી અને એસી બંધ હતું. આ કારણોસર તેમની તબિયત બગડી કે નહીં તે જાણવા મળ્યું નથી.  

કોલકાતામાં લાઈવ કોર્ન્સટ પછી મૃત્યુ થયું

બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથનું મંગળવારે રાત્રે કોલકાતામાં અવસાન થયું. તેઓ કેકે તરીકે પ્રખ્યાત હતા. કેકે 53 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ કોલકાતામાં નઝરૂલ મંચ ખાતે એક કોલેજ દ્વારા એક લાઈવ કોર્ન્સટનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કેકે લગભગ એક કલાક સુધી ગીત ગાયા પછી તેમની હોટેલમાં પાછા ફર્યા ત્યારે તેઓ અસ્વસ્થ હતા.

કેકેની તબિયત લથડતાં તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો

સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે ગાયકને દક્ષિણ કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “કેકેને રાત્રે 10 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તે કમનસીબી છે કે અમે તેમની સારવાર કરી શક્યા નથી. હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું હતું કે તેમને શંકા છે કે ગાયકનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે.કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે બુધવારે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયક કેકેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ