બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 04:30 PM, 4 September 2021
ADVERTISEMENT
ટીવીના હેન્ડસમ હંક Sidharth Shuklaના આકસ્મિક નિધનથી તેના પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો છે. એક્ટરના મોતને કોઈ હકીકત માનવા માટે તૈયાર નથી. 3 સપ્ટેમ્બરે સિદ્ધાર્થ શુક્લા પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયા. શહનાઝ ગિલે પોતાના સૌથી નજીકના મિત્રને ગુમાવી દીધા છે.
બન્નેની સગાઈ થઈ ચુકી હતી
સિદ્ઘાર્થના નિધન બાદ બન્નેના સંબંધને લઈને નવી અપડેટ સામે આવી છે. ખબર છે કે સિડનાઝ લગ્ન કરવાના હતા. સોશિયલ મીડિયા પર સિડનાઝના ફેનપેજ પર શહનાઝ ગિલના નજીકના મિત્રો દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે. ત્યાં જ એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સિડનાઝ આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા. બન્નેની સગાઈ પહેલા જ થઈ ચુકી હતી. તે હવે વેડિંગ ડેની તૈયારી કરી રહ્યા હતા.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર, સિડનાઝે લગ્ન વિશે પોતાની ફેમિલીને જણાવ્યું હતું. તે વેડિંગ ડેની તૈયારીઓમાં બિઝી હતા. મુંબઈના એક હોટલમાં સાથે રૂમ, બેન્ક્વેટ અને બીજી સર્વિસને લઈને તેમની વાતચીત પણ ચાલી રહી હતી.
સીક્રેટ રાખી હતી વેડિંગ
સિડનાઝના લગ્ન ત્રણ દિવસનુ ઈવેન્ટ હોવાની હતી. સિદ્ધાર્થ શહનાઝ ઉપરાંત તેમના પરિવાર અને મિત્રોએ આ વાતને ખૂબ સીક્રેટ રાખી હતી. આ બધી તૈયારીઓની વચ્ચે 2 સપ્ટેમ્બરે એક ખરાબ ખબર સામે આવી કે સિદ્ધાર્થનું નિધન થઈ ગયું છે.
સિદ્ધાર્થના મોતની સાથે જ તે બધા જ સપના અધુરા રહી ગયા. સિદ્ધાર્થ અને શહનાઝ હવે ક્યારેય એક બંધનમાં નહીં બંધાઈ શકે. બન્નેની જોડીને તૂટતી જોઈને ફેન્સની આંખો નમ છે. ટીવી વર્લ્ડની આ ક્યુટ જોડી હવે દૂર થઈ ગઈ છે.
સિદ્ધાર્થ અને શહનાઝના લગ્નની ખબરોમાં કેટલી સચ્ચાઈ છે તેની હાલ કોઈ ઓફિશિયલ પુષ્ટિ નથી કરવામાં આવી. સિદ્ધાર્થને અંતિમ વિદાય આપતી વખતે શહનાઝ ગિલની હાલત ખૂબ ખરાબ હતી. તેના આંસુ રોકાઈ ન હતા રહ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.