જો તમે કોઈ પણ ફળનું સેવન જરૂર કરતા વધારે કરો છો તો તે તમને ફાયદાના બદલે નુકસાન કરશે. ફળો ચોક્કસ માત્રામાં જ ખાવા જોઈએ. આજે અમે તમને સ્ટ્રોબેરીથી થતા નુકસાન વિશે જણાવી રહ્યા છીએ.
વધારે પડતુ ન કરો સ્ટ્રોબેરીનું સેવન
થઈ શકે છે આ ગંભીર બિમારીઓ
જાણી લો તેના નુકસાન વિશે
ફ્રુટ શોપ પર સ્ટ્રોબેરી જોઈને દરેકને તેને ખાવાની ઈચ્છ થઈ જ જાય છે. સ્ટ્રોબેરી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને ઘણા લોકો દરરોજ સ્ટ્રોબેરીનું સેવન કરે છે. સ્ટ્રોબેરી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ તેનું સેવન ચોક્કસ માત્રામાં જ કરવું જોઈએ. જો તમે દરરોજ વધારે પ્રમાણમાં સ્ટ્રોબેરી ખાઓ છો તો તેનાથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ આ વાત બિલકુલ સાચી છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે વધુ સ્ટ્રોબેરી ખાવાથી તમને કેવા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
વધુ પડતા સેવનથી થઈ શકે છે આ સમસ્યાઓ
સ્ટ્રોબેરીમાં હિસ્ટામાઈનનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જો તમે એલર્જીની સમસ્યાથી પરેશાન છો તો તમારે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. સ્ટ્રોબેરી વધારે ખાવાથી ખંજવાળ અને ચક્કર આવવા જેવી સમસ્યા થઈ શકે છે.
સ્ટ્રોબેરીમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તમે વધુ માત્રામાં સ્ટ્રોબેરી ખાશો તો તમારા શરીરમાં ફાઈબરની માત્રા વધુ રહેશે અને તેનાથી તમને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે પેટની સમસ્યાથી પરેશાન છો તો આ ફળ ખાવાનું ટાળો.
બજારમાં વેચાતી સ્ટ્રોબેરી જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. તેનો સ્વાદ પણ ખૂબ જ સારો હોય છે અને આ જ કારણ છે કે લોકો તેને ખૂબ ખાય છે. કેટલીકવાર તેના પર જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
સ્ટ્રોબેરીમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે અને જો તમે હૃદયની સમસ્યાથી પરેશાન છો તો તમારે સ્ટ્રોબેરી ખાવાનું ટાળવું જોઈએ. વધુ પડતું પોટેશિયમ હૃદય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તમે આ વિશે તમારા ડૉક્ટરની સલાહ પણ લઈ શકો છો.