બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / shubhman gill hit the first century of his county career

ક્રિકેટ / ઇંગ્લેન્ડમાં પણ શુભમન ગિલે કરી કમાલ , ફટકારી કાઉન્ટી કરિયરની પહેલી સેન્ચુરી

Khevna

Last Updated: 02:06 PM, 28 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગિલે પોતાની કાઉન્ટી કરિયરમાં પહેલી સેન્ચુરી ફટકારી છે. જાણો વિગતવાર

  • શુભમન ગિલે ફટકારી પોતાની કાઉન્ટી કરિયરની પહેલી સદી 
  • શુભમન ગિલે બનાવ્યા 119 રન 
  • IPLમાં ગુજરાત ટાઈટન્સનો ભાગ હતા શુભમન ગિલ 

શુભમન ગિલે ફટકારી પોતાની કાઉન્ટી કરિયરની પહેલી સદી 

ટીમ ઇન્ડિયાનાં યુવા બેટ્સમેન શુભમન ગિલ આ વર્ષે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. હવે શુભમન ગિલે મંગળવારે કાઉન્ટી ગ્રાઉન્ડ, હોવના મેદાન પર પોતાની કાઉન્ટી કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી. ગિલે ગ્લેમોર્ગન તરફથી રમતા સસેક્સ સામે 119 રન બનાવ્યા, જેમાં બે સિક્સર સામેલ હતી. 

પહેલા દિવસની સમાપ્તિ પર શુભમન ગિલે ૯૧ રન બનાવ્યા હતા, પણ હવે ખેલનાં બીજા દિવસે ત્રણ અંકોના સ્કોર સુધી પહોંચવામાં તેમને વધારે સમય ન લાગ્યો. ગિલે 123 બોલમાં પોતાની સદી ફટકારી. 

23 વર્ષના શુભમન ગિલ આ જ મહિનામાં કાઉન્ટી ક્રિકેટમાં પોતાના ડેબ્યૂ મુકાબલામાં સદી ફટકારી શક્યા ન હતા. ત્યારે ગિલે વોરસેસ્ટરશાયર સામે ૯૨ રન બનાવ્યા હતા, પણ ગઈકાલે  તેમણે કોઈ જ ભૂલ કર્યા વગર સદી ફટકારી. 

IPLમાં ગુજરાત ટાઈટન્સનો ભાગ છે શુભમન ગિલ 
શુભમન ગિલે પોતાની IPL કરિયરનાં અમૂક વર્ષો કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે વિતાવ્યા હતા. IPL 2022નાં ઓક્શનથી નવી ફ્રેન્ચાઈસી ગુજરાત ટાઈટન્સે ૮ કરોડમાં તેમને સાઈન કર્યા હતા. IPL 2022માં તેમણે 16 મેચોમાં 132.33ની સ્ટ્રાઈક રેટથી 483 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે ચાર હાફ સેન્ચુરી ફટકારી હતી, જેમાં તેમની કરિયરનો  બેસ્ટ ટી20 સ્કોર - ૯૬ રન પણ સામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ