Shri Ram Jalebi Like, Nine day Fast vijya dasmi 2019 Dussehra Gujarat Fafda jalebi
ઉજવણી /
અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય એટલે વિજયાદશમી
Team VTV09:15 AM, 08 Oct 19
| Updated: 09:58 AM, 08 Oct 19
દેશભર સહિત રાજ્યમાં આજરોજ વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં અસત્ય પર સત્યનો વિજય તેમજ અહંકાર પર વિનમ્રતાનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય એટલે વિજયાદશમી. જો કે ગુજરાતમાં અને તેમા પણ ખાસ કરીને અમદાવાદમાં વિજયાદશમીની ઉજવણીમાં લોકો ફાફડા જલેબીની જયાફત માણશે. વહેલી સવારથી જ ફરસાણની દુકાનોમાં ફાફડા અને જલેબી ખરીદવા માટે લોકોની મોટી લાઇન જોવા મળી રહી છે.
અમદાવાદમાં ફાફડા જલેબીની લોકો માણશે જયાફત
શ્રીરામ ભગવાનને પસંદ હતી જલેબી
એક માન્યતા પ્રમાણે ઉપવાસ ચણાના લોટથી તોડવો જોઇએ
શ્રીરામ ભગવાનને પસંદ હતી જલેબી, જલેબીને શશકૌલી તરીકે ઓળખવામાં આવે છે
પેઢીઓથી એવી પરંપરા ચાલતી આવે છે જેમાં ફાફડા અને જલેબી અસત્ય પર સત્યનો વિજય સૂચવવામાં આવ્યો છે. એવું પણ માનવામાં આવે છે કે શ્રીરામને જલેબી ખૂબ પસંદ કરી. ભગવાન શ્રીરામના સમયે જલેબીને શશકૌલી તરીકે ઓળખવામાં આવતી હતી. આમ લોકો રામની રાવણ પર જીતની ઉજવણીને લઇને જલેબી ખાય છે.
એક માન્યતા પ્રમાણે ઉપવાસ ચણાના લોટથી તોડવો જોઇએ
જેમ અધર્મ પર ધર્મનો વિજયને વિજયા દશમી તરીકે ઉજવાય છે. તેવી રીતે હિન્દુ સંસ્કૃતિમાં રહેલી એક માન્યતા મુજબ નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કર્યા બાદ ઉપવાસને ચણાના લોટથી જ તોડવો જોઇએ. આમ નવરાત્રીના નવ દિવસ ઉપવાસ કર્યા બાદ પછી દશેરાના દિવસ જલેબી અને ફાફડા ખાવાની પરંપરા છે.
ગુજરાતીઓ માટે દશેરાનો પર્વ એટલે ફાફડા-જલેબીની જયાફત
રાજ્યભરમાં જ્યારે વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી કરી રાવણદહન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે લોકો દ્વારા ફાફડા-જલેબીની જયાફત માણી આનંદ ઉઠાવાશે. દશેરાના દિવસે આસોપાલવ અને ગલગોટાના તોરણ ઘર પર લગાવવામાં આવે છે. જ્યારે ફાફડા સાથે ગ્રીન ચટણી અને તળેલા મરચા મળે એટલે ગુજરાતીઓને જાણે જલસા પડી જાય.