ભારતીય ટીમ અત્યારે ઈંગ્લેન્ડમાં છે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમ 5 ટેસ્ટ મેચની શ્રેણીની બાકી બચેલી 1 મેચ રમશે. પરંતુ હાલ ભારતીય ટીમ લિસેસ્ટરશાયર સામે અભ્યાસ મેચ રમી રહી છે. ખરેખર, ભારતીય ટીમની 19મી ઓવરમાં વિરાટ કોહલીને લિસેસ્ટરશાયર માટે રમી રહેલા ભારતીય બોલર પ્રસિદ્ધ કૃષ્ણા સાથે વાતચીત કરતો જોયો. આ દરમ્યાન લિસેસ્ટરશાયર માટે રમી રહેલા વધુ 4 ભારતીય ખેલાડી પણ સાથે હતા. આ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને બોલિંગ ટીપ્સ આપી રહ્યાં છે. વિરાટ કોહલીની બોલિંગ ટીપ્સ બાદ બીજા બોલમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારતીય બેટર શ્રેયસ ઐયરને આઉટ કરી દીધો.