Shraddha Jammu and Kashmir Doctor Sumedha Jammu Holi brutally murdered by boyfriend Jauhar
હત્યા /
જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધા જેવો કાંડ ! ડોક્ટર સુમેધા હોળી પર જમ્મુ ગઈ અને બોયફ્રેન્ડ જૌહરે તેની હત્યા કરી નાખી
Team VTV05:09 PM, 10 Mar 23
| Updated: 05:12 PM, 10 Mar 23
જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધા હત્યા કાંડ જેવી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક મહિલા ડોક્ટરને તેના બોયફ્રેન્ડે ચાકુ મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે.યુવકે તેની પ્રેમિકાની હત્યા કરીને પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
એક મહિલા ડોક્ટરની તેના બોયફ્રેન્ડે કરી હત્યા
પ્રેમિકાની હત્યા કરીને પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો
મહિલાની ઓળખાણ ડો.સુમેધા શર્મા તરીકે થઈ
જમ્મુમાં હત્યાની વધુ એક ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધા હત્યા કાંડ જેવી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક મહિલા ડોક્ટરને તેના બોયફ્રેન્ડે ચાકુ મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે. યુવકે તેની પ્રેમિકાની હત્યા કરીને પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની માહિતી મળતા પોલીસે ઘાયલ યુવકને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. સાથે કેસ દાખલ કરીને મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલાની ઓળખાણ ડો.સુમેધા શર્મા પુત્રી કમલ કિશોર શર્મા નિવાસી તાલાબ તિલ્લો (જમ્મૂ) તરીકે થઈ છે. જ્યારે આરોપીની ઓળખાણ ડોડા જિલ્લાના ભદ્રવાહનો રહેવાસી જૌહર ગનઈના રૂપમાં થઈ છે. આરોપીનો પરિવાર વર્તમાનમાં પંપોશ કોલોનીમાં રહે છે.
સુમેધાનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આરોપીના સંબંધીએ પોલીસને જાણ કરી. હકીકતમાં પોલીસને કહેવામાં આવ્યું હતું કે જૌહર ગનઈએ ફેસબુક પર એક પોસ્ટ લખી હતી કે તે કેટલાક અંગત કારણોસર પોતાનું જીવન સમાપ્ત કરવા જઈ રહ્યો છે. માહિતી મળ્યા બાદ પોલીસ જમ્મુના જાનીપુરમાં જૌહરના ઘરે ગઈ હતી. ઘરનો દરવાજો બહારથી બંધ હતો. પોલીસ ઘરમાં દાખલ થઈ જ્યાં મહિલા ડૉક્ટર સુમેધાનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે આરોપીના પેટમાં ગંભીર ઈજાના નિશાન હતા. પોલીસ બંનેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. કાનૂની ઔપચારિકતા પૂરી કર્યા બાદ પોલીસે મહિલાનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપ્યો હતો. આરોપી વ્યક્તિની હાલત નાજુક છે અને તેની જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આઈપીસીની કલમ 302 હેઠળ હત્યાનો કેસ નોંધ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
જૌહર અને સુમેધા એક જ કોલેજમાં ભણ્યા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક સુમેધા શર્મા અને આરોપી જૌહર વચ્ચે પ્રેમસંબંધ હતો. તેણે જમ્મુની ડેન્ટલ કોલેજમાંથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS) કર્યું. હવે સુમેધા શર્મા જમ્મુ-કાશ્મીરની બહારની કોલેજમાંથી MDS કરી રહી હતી.
સુમેધા હોળી પર જૌહરના ઘરે ગઈ હતી
સુમેધા હોળીની રજામાં જમ્મુમાં હતી અને 7 માર્ચે તે જાનીપુરમાં તેના બોયફ્રેન્ડ જૌહરના ઘરે ગઈ હતી, જ્યાં તેઓની વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. જે દરમિયાન જૌહરે સુમેધાને કિચનની છરી વડે હત્યા કરી દીધી હતી અને પછી તે જ છરી વડે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને આ મામલે વધુ માહિતી બહાર આવવાની બાકી છે. હાલ આરોપી અને મૃતક બંનેના સંબંધીઓ આ મામલે મૌન સેવી રહ્યા છે.
શું છે શ્રદ્ધા હત્યા કેસ?
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે ગયા વર્ષે મે મહિનામાં મુંબઈની રહેવાસી શ્રદ્ધા વોકરની હત્યાનો ખુલાસો કર્યો હતો. આ કેસમાં યુવતીના બોયફ્રેન્ડ આફતાબની ધરપકડ કરવામાં આવી હતી. જેણે શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી ફ્રીઝમાં રાખ્યા હતા. આ ટુકડાઓ ધીરે ધીરે આરોપીઓએ મહેરૌલી અને દિલ્હીમાં અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. આફતાબે શરીરના અંગો કાપવા માટે મીની કટરનો ઉપયોગ કર્યો હતો.