દરેક ઇન્ડિયન ફ્રૂટ ચાટને પસંદ કરનારા લોકો મીઠું અને ચાટ મસાલો છાંટવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે ધ્યાન આપ્યુ છે કે તેનાથી ફળોનું જરુરી પોષક તત્વ નીકળી જાય છે.
મીઠુ અને ચાટ મસાલામાં મળનારા સોડિયમ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે
ફળો પર મીઠું, ચાટ મસાલો કે શુગર છાંટવાની જરુર હોતી નથી.
કિડનીની સમસ્યાથી પીડાતા હોય તો આ રીતે ફળો ના ખાતા..
દૂધની જેમ ફળને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. તેમાં વિટામીન્સ, મિનરલ્સ, ફાઇબર અને પોટેશિયમ જેવા તમામ પોષક તત્વ રહેલા છે. ફળો ખાવાથી આપણા મેટાબોલિઝમ અને ઇમ્યુનિટી મજબૂત હોય છે. જેનાથી આપણા શરીર રોગોથી લડવા માટે સક્ષમ હોય છે. પરંતુ અમુક લોકો ફળોના સ્વાદને વધારવા માટે તેમાં મીઠું ખાંડ કે ચાટ મસાલો મિક્સ કરે છે. પરંતુ શું હકીકતમાં એવુ થાય છે કે ફળમાં ફ્લેવર નાંખવાથી તેનો ન્યૂટ્રિએશન વધી જાય છે?
દરેક ઇન્ડિય ફ્રૂટ ચાટને પસંદ કરનારા લોકો મીઠું કે ચાટ મસાલો છાંટવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યુ છે કે મસાલો છાંટ્યા બાદ ફળ પાણી કેમ છોડે છે? ફળોથી પાણી નિકળવાનો આ મતલબ છે કે તેનાથી પોષણ નિકળી જાય છે. તે ઉપરાંત મીઠુ અને ચાટ મસાલામાં મળનારા સોડિયમ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. ફળો પર મીઠું, ચાટ મસાલો કે શુગર છાંટવાની જરુર હોતી નથી.
1. પોષક તત્વોનું નિકળવુ
ફળો પર મીઠું કે મસાલો છાંટવાથી તે તરત જ નાસ્તા જેવો બની શકે છે, પરંતુ તેનાથી ફળોમાંથી જરુરી વિટામીન અને ખનીજ પ્લેટમાં નીકળી જાય છે. મીઠા વિનાના ફળ ખાવાથી તેમાંથી પાણી ઓછુ નીકળે છે, તેનાથી ફળો માટે પોષક તત્વ જળવાઇ રહે છે.
2. કિડની માટે ખતરનાક
મીઠાથી ફળોમાં જુરીરી સોડિયમ આવી જાય છે. સોડિયમ આપણા શરીરમાં પાણી બનાવી રાખવાનું કારણ બને છે અને કિડની માટે ખરાબ છે. તે માટે જો તમે કિડનીની સમસ્યાઓથી પીડાઇ રહ્યા હોય તો મીઠું અને ચાટ મસાલો વિના જ ફળોનું સેવન કરો.
3. થઇ શકે છે બ્લોટિંગ
મસાલા વાળા ફળ ખરાબ પીએચ અને સોડિયમના કારણ વાટર રિટેંશનના કારણે સોજાની સંભાવનાને વધારી શકે છે. તેનાથી તમને આો દિવસ બેચેની થશે.
4. ઇલાઇચીનો કરો ઉપયોગ
આયુર્વેદ અનુસાર, સ્વસ્થ રહેવા માટે એક સમયે એક ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. ઉનાળામાં તમે તમારા ફળો પર એલચી અને કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે શિયાળામાં તજ અને લવિંગ પાવડરનો છંટકાવ કરી શકો છો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.