બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / Shocking incident on Orsang river bank

વિધિની વક્રતા / ઓરસંગ નદી કિનારે ચોંકાવનારી ઘટના: પુત્ર ફાટી આંખે જોતો રહી ગયો, વિશાળકાય મગર પિતાને પાણીમાં ખેંચી ગયો

Mehul

Last Updated: 09:02 PM, 4 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના ડભોઇ નજીક આવેલી ઓરસંગ નદીમાં નહાવા પડેલા યુવકને પુત્રની નજર સામે જ મગર ખેંચી ગયો.પાણીમાં લાપતા યુવકની શોધ-ખોળ યથાવત.

  • જોઈ રહ્યો પુત્ર  અને પિતા પાણીમાં ગરક 
  • ઓરસંગ નદીમાં મગર તાણી ગયો યુવકને 
  • લાપતા યુવકની શોધ-ખોળ યથાવત 

વડોદરા પંથકમાં વહેતી નદીઓના પ્રવાહમાં મગર રહેતા હોવાની ઘટના ઘણી વાર સામે આવી છે. જિલામાં વહેતી નર્મદાના પાણીમાં મગર છે જ.જે ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિમાં વડોદરાના આરે-ઓવારે પણ જોવા મળ્યા છે. ત્યારે ડભોઇ ઓરસંગ ગામડી પાસે  નદીના પાણીમાં નહાવા પડેલા એક 47 વર્ષીય યુવકનો મગરે શિકાર કરી લીધો.વિધિની વકતા તો જુઓ કે,, આ ઘટના ઘટી ત્યારે યુવકનો પુત્ર નદીના કિનારે જ હતો. અને પિતા પલક ઝપકતા જ પાણીમાં ઓઝલ થઈ ગયા..યુવકને મગર ખેંચી ગયાની અરેરાટીભરી ઘટનાની જાણ થતા ચાંદોદ પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

નહાવા પડેલા યુવકના મોમાંથી ચીસ નીકળી અને....

વડોદરા જિલ્લામાં વહેતી નર્મદાના પાણીમાં વિશાળકાય મગરના ડેરા-તંબુ હોવાની વાત સર્વવિદિત છે.નદીના કિનારે જતા લોકો મગરના ભયે પાણીમાં પગ પણ ઝબોળી નથી શકતા.આ વચ્ચે  ડભોઇ પાસે ઓરસંગ નદીમા નહાવા પડેલા એક યુવકનો મગર શિકાર કરી ગયો. મગરની વાતથી અજાણ યુવક પ્રકૃતિના ખોળે નદી સ્નાનનો આનંદ માનવામાં તલ્લીન હતો.અને પુત્ર એ રાહમાં હતો કે, પિતા નાહીને બહાર નીકળે પછી અહીંથી નીકળીએ. અચાનક જ નહાવા પડેલા યુવકના મોમાંથી  ચીસ નિકળતા,કિનારે બેઠેલો પુત્ર હતપ્રભ થઇ ગયો.પાણીમાં અચાનક આવેલા મગરે યુવકને પગના ભાગથી પકડીને માત્ર વમળ છોડી ગયો.

પુત્ર હતપ્રભ -પિતાની શોધ-ખોળ

ઓરસંગ નદીમાં બનેલી આ ઘટના વાયુવેગે ગામમાં પ્રસરી ગઈ.યુવક સ્થાનિક હતો કે બહારનો ? યુવક કોણ હતો ? જેવા પ્રશ્નો ગામમાં ચર્ચાવા લાગ્યાં.અને લોકમુખે એક જ ચર્ચા રહી કે,મગર શિકાર કરી ગયો. ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા,ફાયરના જવાનો પણ દોડી આવ્યા અને નદીમાં યુવકની શોધ-ખોળ આદરી છે.

ચોમાસાએ ભલે વિધિવત વિદાય નથી લીધી પરંતુ દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જ આવા સંજોગોમાં  નદી આસપાસના વિસ્તારોમાં ,ખાસ કરીને પાણીથી દૂર રહેવું આવી સ્થિતિમાં હિતાવહ છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ