બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / shoaib malik and sania mirza spark separation rumours in pakistani media

અલગ થશે? / સાનિયા મિર્ઝા-શોએબ મલિક વચ્ચે અણબનાવ? પાકિસ્તાની મીડિયામાં અલગ થવાની ચર્ચાએ જોર પકડ્યું

MayurN

Last Updated: 02:23 PM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક ટૂંક સમયમાં અલગ થવાને લઈને પાકિસ્તાની મીડિયામાં અટકળો.

  • સાનિયા મિર્ઝા અને શોએબ મલિકને ચર્ચા
  • પાકિસ્તાની મીડિયાનો બન્ને અલગ થઇ શકે છે
  • સાનિયાની તાજેતરની પોસ્ટથી વાતને મળ્યો વેગ

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકને લઈને પાકિસ્તાની મીડિયામાં ઘણી અટકળો ચાલી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક ટૂંક સમયમાં અલગ થવાના છે. સાનિયા મિર્ઝાની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટે આ અટકળોને વેગ આપ્યો છે. શુક્રવારે સાનિયા મિર્ઝાએ પુત્ર ઇઝાન સાથેનો એક સુંદર ફોટો શેર કર્યો અને લખ્યું, 'એ ક્ષણો જે મને સૌથી મુશ્કેલ દિવસોમાંથી પસાર કરે છે.'

બન્નેમાંથી કોઈએ આ વાતની પ્રતિક્રિયા નથી આપી
પાકિસ્તાનના કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શોએબે તેના એક ટીવી શો દરમિયાન સાનિયા સાથે કથિત રીતે છેતરપિંડી કરી હતી. જો કે આ સમાચાર પર બંનેએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. શોએબ મલિક અને સાનિયાએ 12 એપ્રિલ 2010 ના રોજ હૈદરાબાદમાં એક પરંપરાગત સમારોહમાં લગ્ન કર્યા. લગ્નના દસ વર્ષ પછી તેમના પુત્ર ઇઝાનનો જન્મ થયો.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sania Mirza (@mirzasaniar)

મીડીયાએ કરી અટકળો 
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે તાજેતરમાં જ તેમના પુત્ર ઈઝાન મિર્ઝા મલાઈકાનો જન્મદિવસ સાથે ઉજવ્યો હતો. શોએબ મલિકે તેનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો પરંતુ સાનિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જન્મદિવસની પાર્ટીની તસવીરો પોસ્ટ કરી ન હતી. બંને વચ્ચેના સંબંધોને લઈને પણ અટકળો ચાલી રહી છે.

એક શોમાં સોએબે આપ્યો જવાબ
હાલમાં જ પાકિસ્તાની ક્રિકેટ શો 'આસ્ક ધ પેવેલિયન'માં શોએબ મલિકને સાનિયા મિર્ઝાની ટેનિસ એકેડમી અને તેના સ્થાન વિશે પૂછવામાં આવ્યું હતું. આના પર ક્રિકેટરે જવાબ આપ્યો, 'મારી પાસે ખરેખર લોકેશન વિશે યોગ્ય માહિતી નથી. હું ક્યારેય એકેડમીમાં ગયો નથી. શોએબના જવાબથી વકાર યુનિસ આશ્ચર્યચકિત થઈ ગયો.

 

બન્ને જીવનની વાતો શેર કરવામાં અચકાતા નથી
સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક તેમના અંગત જીવન સાથે જોડાયેલી વાતો શેર કરવામાં શરમાતા નથી. વર્ષ 2018માં સાનિયા અને શોએબ એક બાળકના માતા-પિતા બન્યા હતા. પુત્ર ઇઝાનને જન્મ આપ્યાના થોડા મહિનાઓ બાદ સાનિયા મિર્ઝાએ પોતાની પ્રેગ્નન્સી સાથે જોડાયેલી બાબતો વિશે માહિતી શેર કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ