ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની T-20 શ્રેણીમાં રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન તરીકે શિખર ધવન ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે એવું BCCI નાં સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
એશિયા કપ બાદ હવે દક્ષિણ આફ્રિકા સામે રમશે ટીમ ઈન્ડિયા
ઘરઆંગણે ટી-20 શ્રેણીમાં ધવન કરી શકે છે કેપ્ટન્સી
BCCI નાં સૂત્રો દ્વારા જાણવા મળી વિગતો
એશિયા કપમાં બે પરાજયનો ઘા હજુ રુઝાયો નથી ત્યાં ભારત ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ આફ્રિકા સામે ટક્કર માટે સજ્જ થઈ રહ્યું છે. ટીમ ઈન્ડિયામાંથી કયા ખેલાડીઓ એશિયા કપમાં રમશે એ હજુ અનિશ્ચિત છે પણ આ બે સીરિઝનાં અંતે ઘણા અંશે એ પણ ક્લિયર થઈ જશે.
શિખર ધવન કરી શકે છે કેપ્ટન્સી
BCCI નાં સૂત્રોનાં હવાલે સમાચાર મળી રહ્યા છે કે સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝમાં શિખર ધવન કપ્તાની કરશે. કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવી શકે છે. સીરિઝ ઘરઆંગણે હોવાથી ભારત કેટલાક નવા ચહેરાઓને ચાંસ આપે તેવી શક્યતા પણ છે.
Shikhar Dhawan to lead India in ODIs against South Africa: BCCI sources
એવું માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન કોચ રાહુલ દ્રવિડ પણ આરામ કરશે અને ભારતમાં શ્રેણી હોવાથી નેશનલ ક્રિકેટ અકેડમીનાં લક્ષ્મણને કોચિંગ સોંપવામાં આવશે.
દક્ષિણ આફ્રિકા સામે ભારત 28 સપ્ટેમ્બરથી શરૂ થનાર ટી-20 અને વન-ડે શ્રેણી ભારત માટે ઘણી બધી રીતે મહત્વની સાબિત થશે કારણ કે વર્લ્ડકપ અગાઉ બંને ટીમો તૈયારી કરશે અને સાથે ટીમ કોમ્બિનેશન પણ મહત્વનું રહેશે.
પ્રથમ ટી 20 28 સપ્ટેમ્બરનાં રોજ તિરુવનંતપૂરમમાં રમાશે ત્યાર બાદ બીજી મેચ ગાંધી જયંતીનાં દિવસે ગુવાહાટીમાં રમાશે. ત્રીજી અને આખરી મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે.