પોર્નોગ્રાફી કેસમાં જ્યારથી શર્લિન ચોપડાનું નામ આવ્યું છે ત્યારથી તેઓ પોતાના બચાવમાં ઘણું કહી રહ્યાં છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ નિવેદનથી લઇને શિલ્પા શેટ્ટીના પ્રહાર કરવાથી લઇને શર્લિન ઘણી ચર્ચિત બની છે.
શર્લિન ચોપડાએ શિલ્પા શેટ્ટીને ટ્વિટ કરી આપી સલાહ
ભોમભપકાવાળી દુનિયાથી નિકળીને સારું જીવન જીવો
પોર્નની દુનિયામાંથી બહાર નિકળી પીડિત મહિલાઓને કરો મદદ
શર્લિન ચોપડાએ આપ્યું જ્ઞાન
શર્લિન ચોપડાએ ફરી એક વખત શિલ્પા શેટ્ટીને સલાહ આપતા કહ્યું કે, ભોમભપકાવાળી દુનિયાથી નિકળીને વાસ્તવિક જીવનમાં જીવો. તેમણે ટ્વિટ કરી શિલ્પા શેટ્ટીને જ્ઞાન આપ્યું છે.
પીડિત મહિલાઓ અને બાળકો માટે કશું કરો: શર્લિન
શર્લિને લખ્યું, તમે ટીવી પર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો છો. જે કલાકારોની કલાથી તમે પ્રભાવિત થાઓ છો. તો મહેરબાની કરીને ભોમભપકાવાળા જીવનમાંથી બહાર આવીને હકીકતની દુનિયામાં જઈ પીડિત મહિલાઓની થોડી વધારે સહાનુભૂતિ મેળવો. વિશ્વાસ રાખો આખી દુનિયા તમને સાષ્ટાંગ દંડવત કરશે. આ ટ્વિટની સાથે શર્લિને પોતાનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં શર્લિને શિલ્પાનું નામ લીધા વગર તેના પર પ્રહાર કર્યા હતા. મંચ પર બેસીને સાષ્ટાંગ પ્રણામ કરવુ, રાણી લક્ષ્મીબાઈ અંગે વાત કરવી ખૂબ સરળ છે. પરંતુ જ્યારે તમે જમીન પર ઉતરશો અને પીડિત મહિલાઓ, બાળકો માટે કશુ કરશો. પોતાના આલિશાન પેલેસમાંથી બહાર નિકળી, પોર્નની દુનિયામાંથી બહાર નિકળી કઈક કરો.
आप टीवी पर साष्टांग दंडवत प्रणाम करतीं हैं उन कलाकारों को जिनकी कला से आप प्रभावित होती हैं
कृपया,रील लाइफ से बाहर निकलकर,रियल दुनिया में जाकर,पीड़ित महिलाओं को थोड़ी बहुत सहानुभूति दिखाएं
यकीन मानिए,सारी दुनिया आप को साष्टांग दंडवत प्रणाम करेगी!@TheShilpaShetty@TheRajKundrapic.twitter.com/iQztSvYY72
શિલ્પા શેટ્ટી રિયાલિટી શોમાં સ્પર્ધકોના પર્ફોમન્સના કરે છે વખાણ
ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટીએ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4માં ઘણી વખત સ્પર્ધકોના પર્ફોમન્સને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી સ્પર્ધકોના વખાણ કર્યા છે. આ વાત શર્લિને પોતાના ટ્વિટમાં કરી છે.