શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન બાદ ખાલી પડી હતી ખુરશી
UAE સહિત ભારતમાં પણ રાજકીય શોકની કરાઈ છે જાહેરાત
ઉલ્લેખનીય છે કે, સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ બાબતોના મંત્રાલયે રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું નિધન પર દુખ વ્યક્ત કરી 40 દિવસના શોક રાખવાની ઘોષણા કરી છે.
સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું શુક્રવારના રોજ નિધન થઈ ગયુ હતુ, જેના બાદ રાષ્ટ્રપતિની ખુરશી ખાલી થઈ ગઈ છે. હવે શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાન UAEના આગામી રાષ્ટ્રપતિ બનશે. 13 મે ના રોજ સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબૂ ધાબીના શાસક હિજ હાઈનેસ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનો નિધન થઈ ગયુ હતું
Sheikh Mohamed bin Zayed Al Nahyan will be the next president of the UAE. The 61-year-old leader will be the country’s third president, reports Khaleej Times
સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મામલાના મંત્રાલયે રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન પર દુખ વ્યક્ત કરતા 40 દિવસના શોકની જાહેરાત કરી હતી. આ સિવાય તમામ મંત્રાલયો અને પ્રાઈવે સેક્ટરમાં ત્રણ દિવસ કામકાજ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.
ભારતમાં પણ રાજકીય શોક
ઉલ્લેખનીય છે કે, દિવંગત શેખના માનમાં આજે ભારતમાં રાજકીય શોકનું એલાન કરવામાં આવ્યું છે. સંદેશા અનુસાર, એક દિવસીય રાજકીય શોક દરમિયાન, સરકારી ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો અને આજે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી.
73 વર્ષની વયે અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું થયું છે નિધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમના નેતૃત્વમાં ભારત-UAE સંબંધો સમૃદ્ધ થયા છે. નાહયાનનું શુક્રવારે નિધન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. શેખ ખલીફા 3 નવેમ્બર, 2004થી યુએઈના પ્રમુખ અને અબુ ધાબીના શાસક તરીકે સેવા આપી રહ્યા હતા.