શારદીય નવરાત્રી 26 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ દરમિયાન દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ભક્તો નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવે છે. પરંતુ આમ કરતા પહેલા કેટલાક નિયમો જાણવા જરૂરી છે.
26 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે શારદીય નવરાત્રી
ઘણા લોકો કરે છે અખંડ જ્યોતની સ્થાપના
અખંડ જ્યોતની સ્થાપના માટે ધ્યાન રાખો આ વસ્તુઓ
હિંદુ ધર્મનો મહાપર્વ શારદીય નવરાત્રી 26 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા આદિશક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિની શરૂઆતથી અંતિમ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે. જો તમે પણ આ વર્ષે નવરાત્રિમાં અખંડ જ્યોતિની સ્થાપના કરવાનું વિચારી રહ્યા છો તો કેટલાક નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
નાની ભૂલો ઊભી કરી શકે છે મોટી મુશ્કેલીઓ
અખંડ જ્યોતિની સ્થાપના સાચી દિશા, સ્થળ અને બીજા અનેક વિષયોને સમજીને જ કરવી જોઈએ. કારણ કે એક નાની ભૂલ તમારા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આવો જાણીએ અખંડ જ્યોતિની સ્થાપનાના મહત્વના નિયમો.
અખંડ જ્યોત સ્થાપિત કરવા માટે જરૂરી નિયમ
સૌથી પહેલા જાણી લો બે અખંડ જ્યોત નવરાત્રીના 9 દિવસ પ્રજ્વલિત રહે છે.
આ નવ દિવસો દરમિયાન ઘરમાં એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી અશુદ્ધિ આવે.
અખંડ જ્યોતિને આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. તેથી ઘરમાં ડુંગળી, લસણ, માંસ, દારૂનું સેવન બિલકુલ ન કરવું.
અખંડ જ્યોતિની સ્થાપના કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે ઘરનો કોઈ સભ્ય જ્યોતિની સંભાળ રાખવા માટે હંમેશા તૈયાર રહે. કારણ કે રાત્રિ દરમિયાન જ્યોત ઓલવાઈ જવાનો ભય રહે છે.
અખંડ જ્યોતિ પ્રગટાવ્યા પછી ભૂલથી પણ ઘરે તાળું ન લગાવવું અને ઘરમાં હંમેશા એક વ્યક્તિ હોવી ફરજિયાત છે. તેમજ પૂજા સ્થળને હંમેશા સ્વચ્છ રાખો.
અખંડ જ્યોતિ પ્રગટાવ્યા પછી ધ્યાન રાખવું કે જ્યોતિ જમીન પર ન રાખવી. જ્યોતિની સ્થાપના કરવા માટે એક ચોકીની વ્યવસ્થા કરો અથવા પૂજા ઘરમાં કોઈ યોગ્ય સ્થાન હોય તો ત્યાં સ્થાપિત કરો.