મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે એનસીપી સુપ્રીમો શરદ પવાર ફૂલ એક્શનમાં આવ્યાં છે અને તેમણે કહી દીધું છે કે ઉદ્ધવ સરકારને બચાવવા કંઈ પણ કરવામાં આવશે.
એનસીપી નેતાઓ સાથે કરી મોટી બેઠક
કહ્યું-ઉદ્ધવ સરકારને બચાવવા કંઈ પણ કરીશું
શિવસેનાના બાગીઓે કિંમત ચુકવવી પડશે
એનસીપી સુપ્રીમો શરદ પવારે પાર્ટી નેતાઓ સાથે આજે એક મોટી બેઠક કરીને કટોકટીમાંથી બહાર કેમ નીકળવું તેની ચર્ચા કરી હતી. બેઠકમાં શરદ પવારે પાર્ટી નેતાઓને સ્પસ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ પણ ભોગે ઉદ્ધવ સરકારને બચાવવામાં આવશે.
Sharad Pawar says Shiv Sena rebels led by Eknath Shinde will have to present themselves in Vidhan Bhawan premises in Mumbai
વિધાનસભામાં થશે નિર્ણય
તેમણે કહ્યું કે ઉદ્ધવ સરકારે લઘુમતીમાં આવી છે કે નહીં તેનો નિર્ણય વિધાનસભામાં થશે. એકનાથ શિંદે અને બાગી ધારાસભ્યોએ તેની કિંમત ચુકવવી પડશે.
કટોકટીમાંથી પાર ઉતરી જઈશું- પવાર
પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં અમે પહેલા પણ આવી સ્થિતિનો સામનો કર્યો છે. મારા અનુભવને આધારે કહું છું કે અમે આ કટોકટીમાંથી પાર ઉતરી જઈશું અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં સરકાર સારી રીતે ચાલશે.
Maharashtra government is in minority or not has to be established in Vidhan Sabha. When procedures will be followed, then it will be proved that this government is in majority: NCP chief Sharad Pawar
એનસીપીએ શિવસેના છોડવાની જરુર નથી- પવારે પાર્ટી નેતાઓને કહ્યું
એનસીપી પ્રમુખે એ વાત પર પણ જોર આપ્યું કે પાર્ટીએ અત્યારે શિવસેના છોડવાની જરૂર નથી. આ સાથે જ જે ધારાસભ્યોએ બળવો કર્યો છે તેમને પાછા લાવવામાં શિવસેનાને મદદ કરવી પડશે. આ પહેલા શરદ પવારે કહ્યું હતું કે, તેઓ શિવસેનાના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાના નથી. પરંતુ હવે જ્યારે સરકાર પર સંકટ વધુ ઘેરું બની રહ્યું છે, ત્યારે તેઓ પણ સક્રિય ભૂમિકા ભજવતા હોય તેવું લાગી શકે છે.
છેક સુધી ઉદ્ધવ ઠાકરેને સાથ આપીશું-અજિત પવાર
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અજીત પવાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પાર્ટી ઉદ્ધવ ઠાકરેની સાથે છેવટ સુધી ઉભી રહેવાની છે. આ સરકારને બચાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.
We have seen such situations in Maharashtra several times. With my experience, I can say that we will defeat this crisis, and the government under the leadership of Uddhav Thackeray will run smoothly: NCP chief Sharad Pawar
મહાવિકાસ અઘાડી સરકાર ચાલતી રહેશે- કોંગ્રેસ
કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે કે સરકાર બચશે અને એકનાથ શિંદેને 37 ધારાસભ્યોનું સમર્થન નહીં મળી શકે. આ બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી શિવસેના ખુલ્લેઆમ નહીં કહે કે તે ભાજપ સાથે મળીને સરકાર બનાવવા માંગે છે, મહા વિકાસ આઘાડી એકજૂટ રહેવા જઈ રહી છે, ત્યાં સુધી સરકાર પણ ચાલતી રહેશે.