બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shani gochar 2023 in kumbh rashi saturn transit in aquarius shani sadhesati and dhaiyya

કર્મફળદાતા / ચાલુ વર્ષમાં ફરી સૌથી મોટું રાશિ પરિવર્તન, શનિદેવ કુંભ રાશિમાં કરશે ગોચર, ભૂલથી ન કરતાં આ કામો, જાણો અસર

Last Updated: 06:28 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

17 જાન્યુઆરી 2023ના રોજ 30 વર્ષ બાદ શનિ દેવ કુંભ રાશિમાં ગોચર કરવા જઇ રહ્યાં છે. શનિ કુંભ રાશિમાં ગોચર થતા અમુક રાશિઓની સાડાસાતી અને ઢૈયા શરૂ થઇ જશે. શનિની ઢૈયા અને સાડાસાતીથી મળતા દુ:ખને દૂર કરવાના ઘણા ઉપાય છે.

  • શનિ ગોચર થતા જ આ રાશિના જાતકોની શરૂ થઇ જશે સાડાસાતી
  • ઢૈયા અને સાડાસાતીથી મળતા દુ:ખને દૂર કરવા કરો આ ઉપાય
  • મિથુન અને તુલા રાશિના જાતકોને ઢૈયામાંથી મુક્તિ મળશે

17 જાન્યુઆરીએ શનિ કુંભ રાશિમાં ગોચર કરશે

17 જાન્યુઆરીએ શનિ કુંભ રાશિમાં ગોચર કરશે. શનિના આ રાશિ પરિવર્તનથી ધન રાશિના જાતકોને સાડાસાતીમાંથી મુક્તિ મળશે. અત્યારે શનિ મકર રાશિમાં છે અને 17 જાન્યુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષમાં શનિ ગ્રહને સૌથી ધીમી ગતિથી ચાલનારો ગ્રહ માનવામાં આવે છે. શનિ તુલા રાશિમાં ઉચ્ચ અવસ્થામાં અને મેષ રાશિમાં નીચ અવસ્થામાં માનવામાં આવે છે. શનિ કર્મફળદાતા અને ન્યાયપ્રિય ગ્રહ માનવામાં આવે છે. 

કઈ રાશિઓ પર રહેશે શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ? 

હિન્દુ પંચાગ મુજબ, શનિ 17 જાન્યુઆરીએ મકર રાશિમાંથી નિકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. એવામાં મકર, કુંભ અને મીન રાશિમાં શનિની સાડાસાતીનો પ્રભાવ જોવા મળશે. તો કુંભ રાશિમાં શનિના ગોચરથી મિથુન અને તુલા રાશિના જાતકોને ઢૈયામાંથી મુક્તિ મળશે. આ સાથે કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર ઢૈયા શરૂ થશે. 

શનિની સાડાસાતી અને ઢૈયાના ઉપાય 

  1. શનિના દુષ્પ્રભાવને શાંત કરવા માટે શનિવારે વ્રત રાખવુ જોઈએ. કાળી અડદની દાળ અથવા સાત અનાજનુ શનિવારે દાન કરવુ જોઈએ. કાળા વસ્ત્રો પણ દાન કરી શકાય છે, શિવની ઉપાસના કરવી જોઈએ.
  2. જે લોકો પર શનિની સાડાસાતી અથવા ઢૈયા છે, તેમણે કોકિલા વન અથવા શનિધામની યાત્રા કરવી જોઈએ.
  3. શનિવારે જળમાં દૂધ મિક્સ કરીને પીપળાના ઝાડ પર અર્પણ કરો. આ સાથે પીપળા પર કાળા તલ અને ખાંડ મુકો.
  4. શનિ સંબંધિત વસ્તુઓ જેમકે તેલ, લોખંડ, કાળી મસૂર, કાળા બૂટ, કાળા તલ, કસ્તુરી વગેરેનુ દાન કરવાથી પણ રાહત મળે છે.
  5. જ્યારે કોઈ શનિવારના દિવસે શ્રવણ નક્ષત્ર આવી રહ્યું હોય ત્યારે શમીના ઝાડ પર કાળા દોરામાં બાંધીને અભિમંત્રિત કરીને ધારણ કરવાથી પણ લાભ મળે છે. 
  6. કોઈ પણ શનિવારથી શરૂ કરીને સતત 43 દિવસ સુધી હનુમાનજીના મંદિરમાં સિંદૂર, ચમેલીનુ તેલ, લાડુ અને એક નારિયેળ ચઢાવવુ જોઈએ. સુંદરકાંડનો પાઠ કર્યા બાદ હનુમાન ચાલીસા અને શ્રીહનુમાષ્ટકનો પાઠ કરવાથી પણ શનિથી મળતા દુ:ખ ઓછા થવા લાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Shani Dhaiya Shani Gochar 2023 Shanidev shani sadesati શનિદેવ Shani Gochar 2023
Premal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ