બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / shamshera teaser released killer look of star sanjay dutt Ranbir Kapoor and Vaani Kapoor

મનોરંજન / Shamshera માં સંજુ બાબાના કિલર લુકથી દંગ રહી ગયા ચાહકો, જાણો ક્યારે રીલીઝ થશે રણબીરની આ ફિલ્મ

MayurN

Last Updated: 12:30 PM, 23 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શમશેરાનું ટીઝર રિલીઝ થયું છે, અહી ફિલ્મમાં સંજય દત્તનો લુક સામે આવી ચૂક્યો છે. વાણી કપૂર અને રણબીર કપૂર આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવશે.

  • શમશેરાનું ટ્રેલર 24 જૂને રિલીઝ થશે 
  • સંજય દત્તનો કાતિલ લુક જોવા મળશે 
  • લાંબા સમય પછી રણબીર મોટા પડદે જોવા મળશે 

ફિલ્મના ટીઝરે લોકોને રોમાંચિત કર્યા 
સંજય દત્ત નો KGF-2 ના લુકથી લોકો ખુબ પ્રભાવિત થયા હતા ત્યારે હવે તેની બીજી ફિલ્મ આવી રહી છે. રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્તની બહુચર્ચિત ફિલ્મ 'શમશેરા'નું ટ્રેલર 24 જૂને રિલીઝ થવાનું છે. ફિલ્મના ટીઝરે દર્શકોને ખુબ રોમાંચિત કરી દીધા છે ત્યારે રણબીર કપૂરના માઈન્ડ બ્લોઇન્ગ લૂકે પણ આ ફિલ્મનો ક્રેઝ વધાર્યો છે. સાથે જ હવે 'શમશેરા'નો સંજય દત્તનો લૂક પણ સામે આવ્યો છે. ખાખી વર્દી સાથે કપાળે તિલક અને હાથમાં હંટર લીધેલ સંજય દત્તનો લુક જોવા મળી રહ્યો છે. અભિનેતાના આ લુકથી ચાહકોના ઉત્સાહમાં પણ વધારો થયો છે.

સંજય દત્ત આ ફિલ્મમાં ક્રૂર ઈન્સ્પેક્ટર તરીકે જોવા મળશે 
સંજય દત્તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં 'શમશેરા'નો આ પ્રથમ લુક શેર કર્યો છે. તેણે પોતાના પાત્રનો ખુલાસો પણ કર્યો છે. સંજય દત્ત આ ફિલ્મમાં દારોગા(ઈન્સ્પેક્ટર) શુદ્ધ સિંહની ભૂમિકામાં જોવા મળશે. આમ જોવા જઈએ તો ટીઝરમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે સંજય દત્ત આ ફિલ્મમાં આવા દારોગાનો રોલ કરી રહ્યો છે, તો તે ખુબ જુલ્મી બનીને દમન કરતો જોવા મળશે. આ લૂકમાં એક્ટરના ચહેરાની કાતિલ સ્માઈલ જોઈને તમે પણ દંગ થઇ જશો.

 

24 જૂને રિલીઝ થશે શમશેરાનું ટ્રેલર
ફિલ્મની અભિનેત્રી વાણી કપૂરે 'શમશેરા'માં સંજય દત્તનો લુક શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, "જો 'નિર્દયી' શબ્દનું કોઈ નામ હોત તો તે દરોગા શુદ્ધ સિંહ હોત!" તમને જણાવી દઈએ કે વાણી કપૂર આ ફિલ્મમાં એક નચનીયાની ભૂમિકામાં જોવા મળશે જેના પર ડાકુ શમશેરાનું દિલ આવી જાય છે. આ ફિલ્મ માટે વાણી કપૂરે કથકના પ્રોફેશનની ટ્રેનિંગ લીધી છે. ફિલ્મમાં રણબીર કપૂર ડબલ રોલમાં જોવા મળશે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanjay Dutt (@duttsanjay)

ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થશે
કરણ મલ્હોત્રા દિગ્દર્શિત 'શમશેરા'ને આદિત્ય ચોપરા પ્રોડ્યૂસ કરી રહ્યા છે. તે એક પીરિયડ ડ્રામા એક્શન ફિલ્મ હશે. હિન્દી ઉપરાંત આ ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થશે. કોરોનાને કારણે આ ફિલ્મની રિલીઝમાં મોડું થયું છે અને હવે ફાઇનલી 'શમશેરા' 22 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. 'સંજૂ' ફિલ્મ બાદ રણબીર કપૂર લાંબા બ્રેક બાદ ફિલ્મ 'શમશેરા'માં જોવા મળશે. વાણી કપૂર, રણબીર કપૂર, સંજય દત્ત ઉપરાંત આ ફિલ્મમાં આશુતોષ રાણા, સૌરભ શુક્લા, રોનિત રોય અને ત્રિધા ચૌધરી પણ જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ