બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 12:11 PM, 17 June 2022
ADVERTISEMENT
છેલ્લા ઘણા સમયથી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જ્યાં લોકો આ શોમાં દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ શોના અન્ય એક મહત્વપૂર્ણ પાત્ર શૈલેષ લોઢાના શો છોડવાના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી આવી રહ્યા છે. ત્યાં જ શૈલેષ લોઢાએ આ સમાચારોને લઈને મૌન તોડ્યું છે.
ADVERTISEMENT
વાપસીના પ્રશ્ન પર આપ્યો આ જવાબ
શૈલેષ લોઢા શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળશે કે નહીં તેનો જવાબ માત્ર શૈલેષ લોઢા જ આપી શકે છે. હાલમાં જ શૈલેષ તેના આગામી શો 'વાહ ભાઈ વાહ'ના પ્રમોશન માટે આવ્યો હતો. આ દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં અભિનેતાને શોમાં પરત ફરવા અંગે એક પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.
જવાબમાં શૈલેષે આવી વાત કહી તે સાંભળીને ફેન્સ પણ મૂંઝાઈ જશે. શૈલેષ લોઢાએ જવાબમાં કહ્યું- 'આજે અમે વાહ ભાઈ વાહ માટે આવ્યા છીએ, તેથી આપણે ફક્ત તેના વિશે જ વાત કરીશું.'
કન્ફ્યુઝન યથાવત
શૈલેષ લોઢાના આ જવાબથી એ સ્પષ્ટ નથી થયું કે તેણે 'તારક મહેતા' શો છોડ્યો છે કે નહીં. પરંતુ એ વાત ચોક્કસ છે કે એક્ટર લાંબા સમયથી આ શોમાં જોવા મળ્યો નથી. એવામાં અભિનેતાના શો છોડવાના સમાચાર પર ચોક્કસપણે મોહર લાગી છે. જોકે, આ અંગે અભિનેતા કે નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.