shahrukh khan and gauri planned special routine chart for aryan
બોલીવૂડ /
શાહરૂખ-ગૌરીએ આર્યન ઘરે આવતાની સાથે જ લીધો મોટો નિર્ણય, બનાવ્યો આ પ્લાન
Team VTV08:40 PM, 30 Oct 21
| Updated: 08:41 PM, 30 Oct 21
બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન માટે આજનો દિવસ ખુશીઓથી ભરપૂર છે. તેનો દિકરો 28 દિવસ બાદ ઘરે પરત ફર્યો છે. જો કે, આર્યન ઘરે પરત થતાં જ શાહરૂખ-ગૌરીએ એક ખાસ આયોજન કર્યું છે.
28 દિવસે આર્યન ખાન ફર્યો પરત
માતા-પિતાએ દિકરા માટે કર્યું ખાસ આયોજન
આર્યને હેલ્થ ચેકઅપમાંથી પાસ થવું પડશે
જેલના આ દિવસો આર્યન ખાન અને તેનો પરિવાર ક્યારેય નહીં ભૂલી શકે. આ વાતની ગંભીરતાને જોતા તેના પિતા શાહરૂખ ખાન અને ગૌરી ખાને દીકરા આર્યન માટે સ્પેશિયલ રૂટીન ચાર્ટ બનાવ્યો છે.
માતા-પિતાએ દિકરા માટે કર્યું ખાસ આયોજન
આટલી નાની ઉંમરે જેલમાં જવું, વિવાદમાં આવવું કોઈપણ વ્યક્તિની માનસિક સ્થિતિ પર ગંભીર અસર પહોંચાડે છે. માટે આર્યન ખાનની લાઈફ બેક ટૂ નોર્મલ કરવા માટે કિંગ ખાન અને ગૌરીએ ખાસ તૈયારી કરી છે. જેથી આર્યન જેલ અને ડ્રગ્સ કેસના ટ્રોમામાંથી સરળતાથી બહાર આવી શકે છે.
બોલીવૂડ લાઈફે પોતાના રિપોર્ટમાં સૂત્રના હવાલે જણાવ્યું કે, આર્યન ખાને અનેક હેલ્થ ચેકઅપમાંથી પાસ થવું પડશે. આર્યનના ન્યૂટ્રિશ્યન તેના ડાયેટનું સંપૂર્ણ ધ્યાન રાખશે. તે તેમના બ્લડ ટેસ્ટ પર કરાવવા પડશે. જેલમાં રહેવાથી આર્યનના સ્વાસ્થ્ય પર ખાસ અસર પડી છે. કારણ કે,સ્ટારકિડે જેલમાં સરખી રીતે ખાધું પણ નથી. આવા સમયે ગૌરીખાનને દીકરાના સ્વાસ્થ્યની ચિંતા છે.
કાઉન્સિગનો પણ પ્લાન
ઉલ્લેખનીય છે કે, ફિઝિકલી ચેકઅપ સિવાય, આર્યનની મેન્ટલ હેલ્થનું પણ ધ્યાન રાખવું પડશે. શાહરૂખ અને ગૌરીએ દિકરા માટે કાઉન્સેલિંગ સેશનનું પણ પ્લાનિંગ કર્યું છે. જેથી તે પોતાની જિંદગીના તે ચેપ્ટરમાંથી બહાર આવી શકે જેનાથી તે અંદરથી તૂટી ચૂક્યો છે.
મન્નત બહાર હનુમાન ચાલીસાનો પાઠ
મન્નત બહારથી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક પંડિત હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યો છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર આગની જેમ ફેલાઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે કેટલી તલ્લીનતાથી આ સાધુ હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યો છે.
2 ઓક્ટોબરે કરાઈ આર્યનની ધરપકડ
ઉલ્લેખનીય છે કે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોએ એક રેડ દરમ્યાન 2 ઓક્ટોબરે મુંબઈથી ગોવા જઇ રહેલા એક ક્રૂઝ શિપમાંથી આર્યન ખાનની ધરપકડ કરી હતી. ત્યારબાદ એનસીબીએ આર્યન પર ડ્રગ્સનો ઉપયોગ અને ખરીદ-વેચાણ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.