બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / SG will now keep a 'third eye' watch on all bridges on the highway, the system launched Mega

કવાયત / એસજી હાઈવેના તમામ બ્રિજ પર હવે ‘તીસરી આંખ’ વોચ રાખશે, તંત્રએ શરૂ કર્યો મેગા પ્રોજેક્ટ

Priyakant

Last Updated: 03:18 PM, 9 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસજી હાઈવેના તમામ બ્રિજને સીસીટીવી કેમેરાથી આવરી લેવાનો મેગા પ્રોજેક્ટઃ સીસીટીવી ન હોવાથી અકસ્માત કરીને નાસી જતા વાહનચાલકોને પકડવા પોલીસ માટે મોટો પડકાર

  • એસજી હાઇવેના તમામ બ્રિજને સીસીટીવી કેમેરાથી કવર કરાશે 
  • અમદાવાદ ટ્રાફિક પોલીસે એક મેગા પ્રોજેક્ટ તૈયાર કર્યો 
  • તમામ બ્રિજ પર હવે ‘તીસરી આંખ’ વોચ રાખશે

થોડા દિવસ પહેલાં ટ્રાફિકથી ધમધમતા એસજી હાઈવે પર આવેલા સોલાબ્રિજ પર એક ભયાનક અકસ્માત થયો હતો. લગ્નના બે મહિનાની ઉજવણી કરીને દંપતી પોતાના ઘરે ટુવ્હીલર પર જતું હતું ત્યારે સોલાબ્રિજ પર પુરઝડપે આવી રહેલી કારે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તેઓ ઊછળીને સીધાં બ્રિજની નીચે પડ્યાં હતાં અને તેમનાં કરુણ મોત થયાં હતાં. સોલાબ્રિજ પર બનેલી આ કમકમાટીભરી ઘટના બાદ પોલીસ હરકતમાં આવી છે અને બ્રિજ પર સીસીટીવી કેમેરા કેટલા જરૂરી છે તેનું ભાન થયું છે. એસજી હાઇવેના તમામ બ્રિજને સીસીટીવી કેમેરાથી કવર કરવા માટે ટ્રાફિક પોલીસે એક મેગા પ્રોજેક્ટ તૈયાર કરી દીધો છે. 

સરખેજથી વૈષ્ણોદેવી સર્કલ સુધીનો હાઇવે શહેરનો સૌથી વિકસિત અને સમૃદ્ધ વિસ્તાર કહેવામાં આવે છે, જ્યારે સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે અને યંગસ્ટર પણ લોંગડ્રાઇવ પર જવા માટે આ રોડની પસંદગી પહેલી કરે છે. સૌથી વિકસિત એવો એસજી હાઇવે ટેક્નોલોજીના મામલે એકદમ પછાત છે તેમ કહેવું યોગ્ય છે, કારણ કે ૧પ કિલોમીટરના આ હાઇવે પર માત્ર પાંચ જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લગાવેલા છે, જે ઓવરબ્રિજના કારણે ઢંકાઈ જાય છે. 

ટ્રાફિકના જોઇન્ટ પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ જણાવ્યું છે કે એસજી હાઇવે પરના તમામ બ્રિજને આવરી લેવાય તે રીતે હાઇડે‌િફનેશન અને નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરા લગાવવાનં પ્લા‌િનંગ કરી દીધું છે. નેશનલ હાઇવે ઓથો‌િરટી સાથે વાતચીત ચાલી રહી છે, જે બાદ એસજી હાઇવેને સીસીટીવી કેમેરાથી કવર કરી લેવામાં આવશે. જ્યારે પણ ‌હીટ એન્ડ રનની ઘટના બને ત્યારે સીસીટીવીના આધારે પોલીસ તેના મૂળ સુધી પહોંચી શકે તેવી રીતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

એસજી હાઇવે પર અવારનવાર અકસ્માત તેમજ બીજા અનેક ગુના પણ બની રહ્યા છે, જેના મૂળ સુધી પહોંચવા માટે પોલીસને ઓફિસ, મોલ, રેસ્ટોરાં બહાર લગાવેલા સીસીટીવી ફૂટેજની મદદ લેવી પડે છે. ગુનેગારોને પકડવા તેમજ ગુનાના મૂળ સુધી પહોંચવા સીસીટીવી  કેમેરા વધુ ને વધુ ઉપયોગમાં આવી રહ્યા છે. સીસીટીવી પોલીસ માટેનું ત્રીજું નેત્ર છે. 

ઇસ્કોનબ્રિજ પર થયેલા ‌હીટ એન્ડ રન કેસમાં હજુ વાહનચાલક ઝડપાયો નથી

ગત વર્ષે એસજી હાઈવેના ઈસ્ક્રોનબ્રિજ પર વહેલી પરોઢે કારચાલકે એક મહિલાને અડફેટમાં લેતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું અને કારચાલક નાસી છુટ્યો હતો. આ ‌િહટ એન્ડ રનના ચકચારી કિસ્સામાં ટ્રાફિક પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી, પરંતુ મહિલાને ટક્કર મારનાર કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માત સ્થળ પર સીસીટીવી કેમેરા નહીં હોવાના કારણે પોલીસ માટે વાહનચાલક સુધી પહોંચવું પડકારરૂપ બની ગયું છે. સરખેજ સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના એસજી હાઈવેનો ૧પ કિલોમીટરના રોડ પર અનેક વખત અકસ્માત થાય છે, જેમાં જો કોઇ ચાલક પોતાનું વાહન મૂકીને નાસી જાય તો જ આરોપી પકડાય છે અને જો વાહન લઈને નાસી જાય તો પોલીસ માટે તેને પકડવાનું અઘરું સા‌િબત થાય છે. એસજી હાઇવે પર સૌથી વધુ અકસ્માત મકરબા, ઈસ્કોનબ્રિજ, થલતેજ અંડરપાસ અને ગોતા ઓવરબ્રિજ આસપાસ થાય છે. 

હાલ એસજી હાઇવે પરના સીસીટીવી કેમેરા માત્ર નામ પૂરતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્માર્ટ ‌િસટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરનાં તમામ જંકશન તેમજ અનેક વિસ્તારો, ફરવાલાયક સ્થળ ઉપર હાઇડે‌િફનેશન સીસીટીવી કેમેરા લગાવી દીધા છે, જે પોલીસ માટે ઉપયોગી સા‌િબત થઇ રહ્યા છે, પરંતુ એસજી હાઇવે પર લગાવેલા સીસીટીવી કેમેરા માત્ર નામ પૂરતા હોય તેવું લાગી રહ્યું છે. 

કેમેરામાં સ્પીડ ‌ડીટેક્ટર પણ હશે

ટ્રાફિકના જેસીપી મયંક ચાવડાએ જણાવ્યું છે કે સીસીટીવી કેમેરામાં સ્પીડ ‌િડટેકટર પણ રાખવામાં આવશે. જો કોઈ વાહનચાલક નક્કી કરેલી ગતિ મર્યાદા કરતાં વધુ ઝડપથી વાહન હંકારતો હશે તો પણ સીસીટીવી કેમેરાથી ખબર પડી જશે અને સીધો ઇ-મેમો તેના ઘરે પહોંચી જશે. રાજ્યનું કોઇ પણ વાહન હશે અને એસજી હાઇવે પરથી સ્પીડમાં નીકળશે તો ઇ-મેમો મળી જશે. તમામ સીસીટીવી કેમેરાનું મો‌િનટરિંગ ટ્રાફિક વિભાગ કરશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ