બ્રેકિંગ ન્યુઝ
VTV / sexual attitude monkeypox lgbtq can spread through close physical contact what aiims
Pravin
Last Updated: 01:43 PM, 1 August 2022
ADVERTISEMENT
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ અને સામાજિક કાર્યકર્તાઓનું કહેવુ છે કે, મંકીપોક્સ યૌન અભિવૃતિ અથવા નસ્લની ચિંતા કર્યા વિના નજીકના શારીરિક સંપર્કથી ફેલાય છે અને તેના પ્રસાર માટે સમગ્ર એલજીબીટીક્યૂ (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાંસજેંડર અને ક્વીર) સમુદાયને બલિનો બકરો બનાવવું એઈડ્સ મહામારી દરમિયાન કરવામાં આવેલી ભૂલનું પુનરાવર્તન હશે.
ADVERTISEMENT
પુરુષો સાથે યૌન સંબંધ રાખનારા પુરુષોમાં બિમારીની ઓળખાણના સમાચારોની વચ્ચે મંકીપોક્સના પ્રકોપને એલજીબીટીક્યૂ (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાંસજેંડર અને ક્વીર) સમુદાયમાં ભય ઊભો કરી દીધો છે. સમાન અધિકારો માટે કામ કરનારા કાર્યકર્તા હરીશ અય્યરે કહ્યું કે, મંકીપોક્સ ફક્ત એલજીબીટીક્યૂ સમુદાયમાં જ નથી ફેલાતો.
અય્યરે કહ્યું કે, આ LGBTQ (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાંસજેંડર અને ક્વીર)સમુદાયમાં ત્યારે થયો જ્યારે પ્રાઈડ મહિનો ચાલી રહ્યો હતો અને સમુદાયમાં બીજા પણ કાર્યક્રમો ચાલી રહ્યા હતા. આ સૌ કોઈના લગ્નમાં જવા અને પછી કોવિડનો શિકાર થવા જેવો જ કિસ્સો છે. એટલા માટે આપે તેને ગુનેગાર નહીં પણ પીડિત તરીકે જોવાની જરૂર છે.
તેમણે આગળ કહ્યું કે, મંકીપોક્સના પ્રકોપ પહેલાથી જ સમુદાય અને તેના લોકો માટે માથાનો દુખાવો બન્યું છે. જેમને તાવ છે, તેવા લોકો તપાસ માટે જઈ શકતા નથી. અય્યરે કહ્યું કે, એઈડ્સને પણ સમલૈંગિકતા સંબંધી વિકાર કહેવાય છે, કારણ કે એવું માનવામાં આવે છે કે, ફક્ત સમલૈંગિકમાં તે ફેલાય છે. પણ અન્ય લોકો પણ તેના સાથી હોઈ શકે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સમલૈંગિકો અને પુરુષોની સાથે યૌન સંબંધ રાખનારા પુરુષોમાં મંકીપોક્સના કેસ સામે આવવાનો હવાલો આપતા એક સ્વાસ્વ્થ્ય પરામર્શ જાહેર કર્યું હતું. WHOએ પુરુષો સાથે યૌન સંબંધ રાખનારા પુરુષોથી પોતાના સાથીઓની સંખ્યા સીમિત રાખવાનો આગ્રહ કર્યો છે.
દિલ્હી એઈમ્સના ચામડી વિભાગના પ્રોફેસર સોમેશ ગુપ્તાએ કહ્યું કે, કોવિડ મહામારીએ મુખ્યધારાના મીડિયાને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નવી રીતે વિકાસ પર રિપોર્ટ કરવા માટે પ્રેરણા આપી છે.
તેમણે કહ્યું કે, પણ એક તબીબી વ્યાવસાયિકની સમજના અભાવમાં આ સનસની ફેલાવવાનું હથિયાર બની જાય છે. ગુપ્તાએ કહ્યું કે, આવું ફરી એક વાર થઈ રહ્યું છે, હાલના સમયમાં મંકીપોક્સના કેસમાં આવી જ બિમારીઓ જે ફક્ત યૌન સંબંધોથી નહીં પણ સ્પષ્ટપણે ત્વચાથી ત્વચા અને ત્વચાથી કપડાના સંપર્કમાં આવવાથી ફેલાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.