પંજાબના લુધિયાણામાં મંગળવારે મોડી રાત એક મોટી દુર્ઘટના ઘટી ગઈ. અહીં ટિબ્બા રોડ પર નગરપાલિકા કચરા ડંપ યાર્ડ પાસે આવેલી એક ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત થઈ ગયા હતા.
લુધિયાણામાંથી હાહાકાર મચ્યો
એક જ પરિવારના સાત લોકોના મોત
પતિ-પત્ની અને બાળકોના થયા મોત
પંજાબના લુધિયાણામાં મંગળવારે મોડી રાત એક મોટી દુર્ઘટના ઘટી ગઈ. અહીં ટિબ્બા રોડ પર નગરપાલિકા કચરા ડંપ યાર્ડ પાસે આવેલી એક ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત થઈ ગયા હતા. પૂર્વી લુધિયાણાના સહાયક પોલીસ સુરિંદર સિંહે જણાવ્યું હતું કે આ ઘટના 19 એપ્રિલ રાતના લગભગ 1.30 વાગ્યાની છે. વિગતો મળતા જ ફાયર બ્રિગેડ તથા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ તુરંત હોલવી નાખી હતી. ઝૂંપડીમાંથી સાત મૃતદેહો મળી આવ્યા છે. આ દુઘટનાનો શિકાર થયેલો પરિવાર પ્રવાસી મજૂર હતો અને ટિબ્બા રોડ પર નગરપાલિકા કચરા ડંપ યાર્ડની પાસે ઝૂંપડી બનાવીને રહેતો હતો.
આખો પરિવાર બળીને ખાક થઈ ગયો
ટિબ્બા થાણેના એસએચઓ રણબીર સિંહે મૃતકોની ઓળખા પતિ-પત્ની અને તેના 5 બાળકો તરીકે કરી છે. આ પરિવાર બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી હતો. તેમની ઓળખાણ સુરેશ સાહની, તેમની પત્ની અરુણા દેવી, દિકરી રાખી, મનીષા, ગીતા અને ચંદા તથા એક બે વર્ષનો દિકરી સન્ની તરીકે થઈ છે. આ દુર્ઘટનામાં પ્રવાસી પરિવારનો મોટો દિકરો રાજેશ બચી ગયો હતો. કારણ તે પોતાના મિત્રના ઘરે સુવા માટે ગયો હતો. રાજેશે પોતાના પરિવાર વિશે પોલીસને જાણકારી આપી હતી. રાજેશે જણાવ્યું હતું કે, તેના પિતા સુરેશ સાહની ભંગારનું કામ કરે છે.
ઝૂંપડીમાં કોઈએ આગ લગાવા દીધી હોવાની પોલીસને શંકા
પૂર્વી લુધિયાણાના સહાયક પોલીસ અધિકારી સુરિંદર સિંહે જણાવ્યું હતું કે, દુર્ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલથી ડોક્ટર્સની ટીમ ત્યાં પહોંચી હતી. ડીસી સુરક્ષિ મલિક તથા પોલીસ કમિશ્નર કૌસ્તબ શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ઝૂંપડીમાંથી તમામ શબ બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ઝૂંપડીમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળથી નમૂના એકત્રિત કરીને તપાસ માટે લૈબમાં મોકલી રહી છે. જો કે, એવી શંકા છે કે, ઝૂંપડીમાં તે સમયે કોઈએ આગ લગાવી દીધી જ્યારે આખો પરિવાર એક સાથે સુઈ રહ્યો હતો. પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે.