બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Serious allegation on IPL cricketer mohsin khan raped her and husband beat, forced to convert

ઉત્તર પ્રદેશ / IPL ક્રિકેટર પર ગંભીર આરોપ: 'દિયરે દુષ્કર્મ કર્યું, પતિએ માર્યો માર, ધર્મપરિવર્તન કરાવવા કરતાં હતા દબાણ'

Megha

Last Updated: 01:33 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL ક્રિકેટરની ભાભીએ પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો અને કહ્યું પોલીસ આરોપી દેવર અને પતિને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે શિવકુટી પોલીસે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

  • IPL ક્રિકેટરની ભાભીએ શિવકુટી પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો
  • પોલીસ આરોપી દેવર અને પતિને બચાવવાનો પ્રયાસ કરી રહી છે
  • શિવકુટી પોલીસે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

IPL ક્રિકેટર પર બળાત્કારનો આરોપ મૂકનાર તેની કોન્સ્ટેબલ ભાભીએ શુક્રવારે શિવકુટી પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો. આ કેસમાં તેના જ પોલીસ સ્ટેશનના તપાસનીશ પર આરોપ લગાવતા તેને કહ્યું કે પોલીસ જાણી જોઈને કાર્યવાહી કરી રહી નથી અને બળાત્કાર અને ઉત્પીડનના આરોપી દેવર અને પતિને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. 

શિવકુટી પોલીસે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પીડિત મહિલા કોન્સ્ટેબલ મૂળ વારાણસીની છે અને હાલ શિવકુટી પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ છે. તેણે જણાવ્યું કે 2018માં તેના લગ્ન વારાણસીમાં દિવાન ઈમરાન ખાન ઉર્ફે અશોક સાથે બૌદ્ધ ધર્મના રિવાજો મુજબ થયા હતા. 

ઈમરાને તેની સાથે લગ્ન કરવા માટે જ બૌદ્ધ ધર્મ અપનાવવાની વાત કરી હતી. આરોપ છે કે ઈમરાન પહેલાથી પરિણીત હતો પણ તેણે અને તેના પરિવારે આ હકીકત છુપાવી હતી. થોડા દિવસો બાદ તેણીને દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો.  હેરાનગતિથી કંટાળીને તે તેના મામાના ઘરે ગઈ હતી. જએ બાદ પતિ 2019 માં આવ્યો અને તેને સમજાવ્યા બાદ પોતાની સાથે લઈ ગયો હતો. 1 જુલાઈ, 2019 ના રોજ તેના સાસરિયાના ઘરે એક કાર્યક્રમ હતો અને તે દરમિયાન તેના દેવર મોહસીન ખાને તેની સાથે બળાત્કાર કર્યો. આરોપ છે કે આ વાત કહેવા પર તેના પતિએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને ધમકી આપી.

પીડિતાનો આરોપ છે કે તેના સાસરિયાઓ તેના ત્રણ વર્ષના પુત્રનું સુન્નત કરાવવાની ચર્ચા કરતા હતા. આ દરમિયાન તેના પર ધર્મ બદલવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. ના પાડવા પર પતિએ કહ્યું કે બૌદ્ધ ધર્મ સ્વીકારવાની વાત માત્ર એક છેતરપિંડી છે. આ પછી તે પોતાના પુત્ર સાથે શિવકુટીમાં રહેવા લાગી. 

આ દરમિયાન એક વખત પતિએ આવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ઘણી વખત ફરિયાદ કરવા છતાં, તેણીના પોતાના પોલીસ સ્ટેશનમાં તેની સુનાવણી કરવામાં આવી ન હતી, જેના પર તેણે પોલીસ અધિકારીઓને અરજી કરી, ત્યારબાદ ફેબ્રુઆરી 2023 માં તેના પતિ, દેવર અને સાસરિયાઓ સામે બળાત્કાર અને અન્યનો કેસ નોંધવામાં આવ્યો. 
 
પીડિતાનો આરોપ છે કે ત્રણ મહિના પછી પણ પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી અને હવે આ કેસમાંથી બળાત્કારની કલમો હટાવી દીધી છે. જ્યારે તેણીએ કોર્ટ સમક્ષ પણ કહ્યું છે કે તેણી પર બળાત્કાર થયો હતો. કાર્યવાહીના અભાવે પીડિતાએ શુક્રવારે સાંજે શિવકુટી પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ