બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Serious accidents occurred at 7 places in Gujarat today: 6 dead, 3 injured, one in critical condition

ગોઝારો FRIDAY / ગુજરાતમાં આજે એક નહીં 7-7 સ્થળોએ સર્જાયા ગંભીર અકસ્માત: 6નાં મોત, 3 ઇજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

Priyakant

Last Updated: 12:18 PM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અલગ-અલગ અકસ્માતમાં 6 વ્યક્તિઓના કરુણ મોત થયા છે. આ સાથે 4થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા

  • રાજ્યમાં અલગ-અલગ અકસ્માતમાં 6 લોકોના મોત, 4 ઇજાગ્રસ્ત 
  • અમદાવાદના ઠક્કરબાપા નગર પાસે હિટ એન્ડ રન, યુવકનું મોત
  • રાજકોટ રિંગ રોડ પર બાઇકસવારનું કમકમાટીભર્યું મોત  
  • ભરૂચમાં કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા યુવતીનું મૃત્યુ
  • મહેસાણાના મેવડ ટોલનાકા નજીક  હિટ એન્ડ રનમાં વૃધ્ધનું મોત 
  • ધ્રોલના-રાજકોટ-જામનગર હાઇવે પર થયો અકસ્માતમાં 2 લોકોના મોત 

રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અલગ-અલગ 7 અકસ્માતની ઘટનાઓમાં 6 વ્યક્તિઓના કરુણ મોત થયા છે. આ સાથે 4થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. આ અકસ્માતોની ઘટના અમદાવાદ, મહેસાણા, ભરૂચ અને ધ્રોલ-રાજકોટ હાઇવે પર બની છે.

અમદાવાદના ઠક્કરબાપા નગર પાસે હિટ એન્ડ રન
અમદાવાદના ઠક્કરબાપા નગર પાસે અજાણ્યા વાહન ચાલક યુવકને અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. જોકે વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે, યુવકનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ તરફઆ ટ્રાફિક પોલીસે અકસ્માતમાં ગુન્હો નોંધી અજાણ્યા વાહન ચાલકને લઈને વધુ તપાસ શરૂ કરી છે. 

ઠક્કરબાપા નગર અકસ્માત  

મહેસાણા-અમદાવાદ હાઇવે પર વૃધ્ધનું મોત 
મહેસાણાથી અમદાવાદ હાઇવે ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વિગતો મુજબ મેવડ ટોલનાકા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં 60 વર્ષીય વ્યક્તિને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતી. જોકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 60 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ગઇકાલની ઘટનામાં ઇજાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થાય બાદ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે. 

રાજકોટ અકસ્માત 

રાજકોટ રિંગ રોડ પર બાઇકસવારનું મોત 
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર બાઈક સવારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે બાઈક સવારને અકસ્માત નડતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. પ્રાથમિક વિગતો મુજબ બાઈક સવાર હર્ષ અશ્વિનભાઈ ઠકકર કોર્પોરેશનનાં ખાડામાં બાઈક સાથે પડતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક હર્ષ ઠકકર પરિવારનો એકનો એક દીકરો હોઇ પિતાને જાણ થતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. 

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ અકસ્માતમાં યુવતીનું મોત 
આ તરફ ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર બની હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ઈકો કાર ચાલકે એક્ટિવા ચાલક યુવતીને ટક્કર મારી હતી. આ તરફ એક્ટિવા ચાલક યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે. જોકે ઈકો કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. તો સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

ભરૂચ અકસ્માત 

ધ્રોલના-રાજકોટ-જામનગર હાઇવે પર થયો અકસ્માત
રાજકોટના ધ્રોલના-રાજકોટ-જામનગર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે.  જેમાં ધ્રોલના જાયવા ગામ નજીક ગત રાત્રીના કારનો અકસ્માત થયો હતો. જેમાં અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોના મોત થયા છે. તો બીજી તરફ અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોઇ તેની સારવાર ચાલી રહી છે. મહત્વનું છે કે, ઘટનાની જાણ થતાં 108 અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. 

અકસ્માત 

ભરૂચના વાલિયા-અંકલેશ્વર માર્ગ પર બે બાઇકો સળગ્યાં 
ભરૂચના વાલિયા-અંકલેશ્વર માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ભરૂચના વાલિયા-અંકલેશ્વર માર્ગ પર વટારીયા ગામ પાસે 2 બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જોકે આ અકસ્માતમાં 3 યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. જોકે અકસ્માતની ઘટના બાદ બન્ને બાઈકમાં આગ લાગી હતી. 

બાઇક સળગ્યાં 

ગોંડલમાં જાનૈયાઓને નડ્યો અકસ્માત
ગોંડલની ગુંદાળા ચોકડી પાસે જાનૈયાઓને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ જાન લઈ જતી બસ અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાતાં બસ દિવાલમાં અથડાઈ હતી. જોકે આ ઘટનામાં જાનૈયાઓનો ચમત્કારિક બચાવ થયો છે. અકસ્માત બાદ બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ