ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માને બાગડોર સોંપવામાં આવ્યા બાદ મોટી ઉલટફેટના વરતારા છે. નવા પ્રદેશ અધ્યક્ષ પદ માટે અનેક નામોની ચર્ચા થઈ રહી છે, જીજ્ઞેશ મેવાણી અને હાર્દીક પટેલની હાઈ કમાન્ડ સાથેની બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. તો બીજી તરફ અધ્યક્ષ બનવાની જાણે હોડ જામી હોય તેમ અનેક કોંગી નેતાઓ દાવેદારીનો તાલ ઠોકી રહ્યા છે.ત્યારે ગુજરાતના ગુજરાત સિનિયર નેતાઓને દિલ્લીનુ તેડુ આવ્યું છે. 22 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે રાહુલ ગાંધીના નિવાસસ્થાને કોંગી નેતાઓ બેઠકમાં હાજર રહેશે.
પ્રભારી રઘુ શર્મા પણ રહેશે હાજર
ગુજરાત સિનિયર નેતાઓને દિલ્હી દરબારમાં હાજર થવાના આદેશ મળ્યા છે. આવનાર 22 ઓક્ટોબરે રાહુલ ગાંધીના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રભારી રઘુ શર્માની આગેવાની હેઠળ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ હાજર રહેશે. બેઠકના એજન્ડાને લઈ હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. પણ નવા પ્રદેશ અધ્યક્ષના નામ જાહેર થાય તે પહેલા આંતરિક ડખાને ખાળવા આ બેઠક રાહુલ ગાંધીએ રઘુ શર્માના કહેવાથી બોલાવી હોય તેવુ અનુમાન રાજકીય વિશેષજ્ઞ માની રહ્યા છે.
શું ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસને મળી શકે છે નવા પ્રદેશ અધ્યક્ષ?
વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ માટે સેન્સ લેવામાં આવી હતી. નવા પ્રદેશ પ્રમુખ મામલે પ્રભારી રઘુ શર્માએ સેન્સ લીધી હતી જેમાં નવા ત્રણ નેતાઓએ પ્રદેશ પ્રમુખ માટે દાવેદારી કરી હતી. કનુ કલસરિયા, નરેશ રાવલ અને મનહર પટેલે આ માટે તાલ ઠોક્યો હતો. પ્રદેશ પ્રમુખ માટે ભરતસિંહ સોલંકી તથા અર્જુન મોઢવાડિયા, હાર્દિક પટેલ, જગદીશ ઠાકોર, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તથા પૂંજા વંશનું નામ પણ મોખરે ચાલી રહ્યું છે.
ગુજરાત કોંગ્રસના અધ્યક્ષ માટે આ નામોની મોટી ચર્ચા
1 કનુ કલસરિયા
2 નરેશ રાવલ
3 મનહર પટેલ
4 ભરતસિંહ સોલંકી
5 અર્જુન મોઢવાડિયા
6 હાર્દિક પટેલ
7 જગદીશ ઠાકોર
8 ઈન્દ્રવિજયસિંહ ગોહિલ
વિપક્ષ નેતાના પદ માટેના નામની રેસ
1 પૂજા વંશ
2 શૈલેષ પરમાર
3 વિરજી ઠુમ્મર
રઘુ શર્માની રણનીતિ કોંગ્રેસને ગુજરાતમાં તારશે?
ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી પ્રભારીનું પદ ખાલી હતું તેને કારણે પક્ષમાં અગત્યની નિમણૂકો વિલંબે મુકાઈ હતી. . ત્યારે પ્રભારી તરીકે રઘુ શર્માની નિમણૂક થતાની સાથે જ તેઓ ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાના પ્રયાસોમાં લાગી ગયા છે. . રઘુ શર્માએ આજે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષ નેતાના પદની પસંદગીની કામગીરી આરંભી દીધી છે. . જેમાં તેમને કોંગ્રેસના ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક યોજીને આ અંગે સેન્સ લેવાની કામગીરી હાથ ધરી હતી. . આ મંથન દરમિયાન જૂના જોગીઓ સાથે નવા ચહેરાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી. .મહત્વપૂર્ણ છે કે પ્રભારીની સક્રિયતાને જોતા હવે ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ અને નેતા વિપક્ષ માટે બહુ રાહ નહીં જોવી પડે તેમ લાગી રહ્યું છે. ત્યારે ગુજરાતના નેતાઓને દિલ્હીનું તેડું ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીના થવાના એંધાણ છે.