ત્રિપુરા રાજ્યમાં થઈ રહેલ મતદાન વચ્ચે સુપ્રીમ કોર્ટે ગૃહમંત્રાલયને નિર્દેશ આપ્યા છે કે આર્મ્ડ પોલીસ ફોર્સ મોકલવામાં આવે.
ત્રિપુરામાં તાત્કાલિક ફોર્સ મોકલવાના આદેશ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યા આદેશ
વોટિંગ માટે ગૃહમંત્રાલયને નજર રાખવા પણ નિર્દેશ
ત્રિપુરામાં સ્થાનિક સ્વરાજ્યની ચાલી રહેલ ચૂંટણીઓ વચ્ચે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે કે CAPF એટલે કે Central Armed Police Force ની બે કંપનીઓ તાત્કાલિક ત્રિપુરા મોકલવામાં આવે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગૃહમંત્રાલયને વહેલામાં વહેલી તકે પગલાં ભરવા માટે આદેશ આપ્યા છે.
Supreme Court directs MHA to provide two additional companies of Central Armed Police Forces to ensure free and fair civic polls in Tripura.
SC also asks Centre and Tripura govt to ensure necessary arrangements to ensure the safety of ballots and counting of votes. pic.twitter.com/c7CNlrJDnP
ચૂંટણી આયોગ પર પણ આદેશ થશે લાગુ
આ સિવાય ચૂંટણીઓમાં મીડિયાને કોઈ પણ રોક વગર કવરેજ કરવાની મંજૂરી આપવા માટે પણ કોર્ટે સરકારને આદેશ આપ્યા છે, કોર્ટે કહ્યું કે રાજ્ય ચૂંટણી આયોગ અને અધિકારીઓ પણ આ જ આદેશનું પાલન કરે.
મીડિયા કવરેજને લઈને પણ આપ્યા નિર્દેશ
આ સિવાય સર્વોચ્ચ અદાલતે DGP, IGP અને ગૃહમંત્રાલયને સમગ્ર ચૂંટણી પર સતત નજર રાખવાના પણ આદેશ આપ્યા છે, કોર્ટે કહ્યું કે સ્થાનિક ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે અને કોઈ પણ રોકટોક વગર વોટિંગ કરાવવાનું કામ કરવામાં આવે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ત્રિપુરામાં હિંસાના સમાચાર વહેતા થયા હતા જે બાદ દેશના અન્ય રાજ્યોમાં પણ પરિસ્થિતિ ખરાબ થઈ હતી. આ સિવાય હાલમાં જ તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણના સમાચાર પણ ત્રિપુરાથી આવ્યા હતા ત્યારે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ત્રિપુરામાં મતદાન થઈ રહ્યું છે.