બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Section 144 Implemented In Ghaziabad Till January 27 Due To Omicron Variant Of Corona

BIG NEWS / ભારતમાં એક બાદ એક શહેરોમાં પ્રતિબંધો શરૂ, ઓમિક્રૉનના કારણે ધારા 144 લાગુ

Parth

Last Updated: 01:44 PM, 9 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસનાં નવા ઓમિક્રૉન વેરિયન્ટનાં કારણે હવે ભારતમાં ધીમે ધીમે પ્રતિબંધોની શરૂઆત કરવામાં આવી રહી છે.

  • ગાઝિયાબાદમાં ધારા 144 લાગુ 
  • લખનૌ બાદ વધુ એક શહેરમાં લેવાયો નિર્ણય 
  • ઓમિક્રૉન વેરિયન્ટને જોતાં લેવાયો નિર્ણય 

એક બાદ એક શહરોમાં પ્રતિબંધો 
કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં કારણે દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે અને ભારતમા પણ ચિંતા વધી રહી છે ત્યારે એક બાદ એક શહેરોમાં પ્રતિબંધોની શરૂઆત થઈ ગઈ છે. ગઇકાલે લખનૌ બાદ હવે આજે ગાઝિયાબાદમાં ધારા 144 લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે. 

27 જાન્યુઆરી સુધી આદેશ અપાયા 
ગાઝિયાબાદમાં તંત્ર દ્વારા 27 જાન્યુઆરી સુધી ધારા 144 લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કોઈ પણ સાર્વજનિક સ્થાન પર પાંચથી વધારે લોકોને ભેગા થવાની મંજૂરી રહેશે નહીં. કોઈ પણ પ્રકારના આયોજન, પ્રદર્શન માટે તંત્રની મંજૂરી લેવાની રહેશે. અને આદેશોનું પાલન નહીં કરનારાઓને કડક સજા કરવામાં આવશે. 

ગઇકાલે જ લખનૌમાં કલમ 144 લાગુ કરવામાં આવી
કોરોનાના નવા વેરિએન્ટને લઈને કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્યોને પણ સાવધાની વર્તવાની શરુ કરી દીધી છે. અનેક રાજ્યોમાં સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય થયો તો શહેરમાં પ્રતિબંધ વધારી દેવામાં આવ્યો છે. આ શ્રેણીમાં ઉત્તર પ્રદેશ સરકારે પણ મોટું પગલું ભર્યુ છે, ગઇકાલે જ રાજ્યની રાજધાની લખનૌમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. લખનૌમાં ક્રિસમસ 31 ડિસેમ્બર અને નવા વર્ષની પાર્ટીઓ દરમિયાન કોવિડ પ્રોટોકોલની કડકાઈથી પાલન કરવું, માસ્ક લગાવવુ અને 2 ગજના અંતરનુ પાલન કરવું ફરજિયાત હશે. પોલીસે મંગળવારે આને લઈને જારી આદેશમાં કહ્યું કે સીઆરપીસીની કલમ 144 હેઠળ લખનૌમાં 5 જાન્યુઆરી 2022 સુધી નિષેઘાજ્ઞા લાગૂ રહેશે. પોલીસ આયુક્ત ડી. કે. ઠાકુરે જણાવ્યું કે શાસન તરફથી લાગૂ કરવામાં આવેલા કોરોના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાનુ રહેશે. આ દરમિયાન વિધાન ભવન અને તેની આસપાસ એક કિલોમીટરના દાયરામાં વિશેષ સતર્કતા રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus covid 19 section 144 કોરોના વાયરસ કોવિડ 19 ગાઝિયાબાદ ધારા 144 coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ