બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Second FIFA Best Player award for Lionel Messi, third player after Ronaldo-Robert

FIFA Awards 2023 / બીજી વાર FIFA બેસ્ટ પ્લેયરનો એવોર્ડ લિયોનલ મેસ્સીના નામે, રોનાલ્ડો-રોબર્ટ બાદ વિજેતા બનનાર ત્રીજો ખેલાડી

Megha

Last Updated: 12:26 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતનાર મેસ્સીએ FIFA 2022નો 'ધ બેસ્ટ પ્લેયર' નો એવોર્ડ જીત્યો છે અને વર્લ્ડ કપ વિજેતા ટીમના કોચ લિયોનેલ સ્કોલોનીને બેસ્ટ કોચનો એવોર્ડ મળ્યો.

  • મેસ્સીએ ફરી FIFA 2022નો 'ધ બેસ્ટ પ્લેયર' નો એવોર્ડ જીત્યો
  • ટીમના કોચ લિયોનેલ સ્કોલોનીને બેસ્ટ કોચનો એવોર્ડ મળ્યો
  • મેસ્સી બે વખત જીતી ચૂક્યો આ એવોર્ડ 

ફૂટબોલની વાત આવે તો સૌથી પહેલા લોકોના મનમાં લિયોનેલ મેસ્સીનું નામ આવે છે. જણાવી દઈએ કે  આર્જેન્ટિનાના કેપ્ટન અને વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક લિયોનેલ મેસ્સીએ ફરી એકવાર FIFA 2022નો 'ધ બેસ્ટ પ્લેયર' નો એવોર્ડ જીત્યો છે. તાજેતરમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપમાં મેસ્સીએ આર્જેન્ટિનાને ખિતાબ અપાવ્યો હતો. વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતનાર મેસ્સીએ આ એવોર્ડ પોતાના નામે કર્યો. આ સિવાય વર્લ્ડ કપ વિજેતા ટીમના કોચ લિયોનેલ સ્કોલોનીને બેસ્ટ કોચનો એવોર્ડ મળ્યો હતો. 

આ મારા માટે મોટી વાત છે - મેસ્સી
જણાવી દઈએ કે આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર અને વર્લ્ડ કપ વિજેતા લિયોનેલ મેસ્સીને પુરૂષ વર્ગમાં ફિફાના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો ખિતાબ મળ્યો છે. જ્યારે મહિલા વર્ગમાં સ્પેનની એલેક્સિયા પુટેલાસે આ સિદ્ધિ મેળવી હતી. પુટેલાસે વર્ષ 2022માં બેલોન ડી'ઓર જીત્યો હતો. પેરિસના સાલે ખાતે સમારોહ દરમિયાન મેસ્સીએ કહ્યું હતું કે આટલા લાંબા સંઘર્ષ પછી, મહેનત પછી અને આટલા પ્રયત્નો કર્યા પછી મારા સપનાને હું સાકાર કરી શક્યો છું અને એ મારા માટે મોટી વાત છે. નોંધનીય છે કે ફ્રાન્સના એમ્બાપ્પેને પણ આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા પણ મેસ્સીએ તેને હરાવીને આ એવોર્ડ જીત્યો હતો.

મેસ્સી બે વખત જીતી ચૂક્યો આ એવોર્ડ 
જણાવી દઈએ કે 2016માં શરૂ થયેલો આ એવોર્ડને  આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી બે વખત જીતી ચૂક્યો છે. આ સાથે જ મહત્વનું છે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને રોબર્ટ લેવાન્ડોસ્કી આ એવોર્ડને બે-બે વખત જીતી ચૂક્યા છે. સાથે જ જણાવી દઈએ કે લુકા મેડ્રિક પણ એક વખત આ એવોર્ડ જીતી ચૂક્યો છે. 

મેસ્સી એ ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યો 
હાલ એવોર્ડ જીત્યા બાદ મેસ્સીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા એવોર્ડની તસવીરો શેર કરી ચાહકોનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં ફ્રાન્સને હરાવીને આર્જેન્ટિનાએ ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. ફિફા વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી રોમાંચક ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ