બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / SCHOOLS REOPEN IN GUJARAT FOR 1 TO 5 STANDARD
Parth
Last Updated: 01:02 PM, 21 November 2021
ADVERTISEMENT
BIG BREAKING: ગુજરાતમાં ધોરણ 1થી 5ની શાળાઓ આવતીકાલથી જ શરૂ કરવાનો નિર્ણય, જીતુ વાઘાણીની જાહેરાત#Gujarat #Schoolreopen #JituVaghani #VTVcard pic.twitter.com/vJtajEYvB2
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 21, 2021
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે અને મહામારી બાદ જનજીવન પહેલા જેવુ જ સામાન્ય બની રહ્યું છે ત્યારે શાળાઓ ખોલવાને લઈને ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.
ધોરણ 1થી 5નાં વર્ગો શરૂ કરવામાં આવશે
સુરતમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે હવે દિવાળી વેકેશન પૂરું થઈ રહ્યું છે ત્યારે આવતી કાલથી જ ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવામાં આવશે. આ સાથે જ વાઘાણીએ જાહેરાત કરી કે ધોરણ 6થી ઉપરનાં વર્ગો માટે જે SOP ની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે તે જ SOP સાથે જ આ વર્ગો શરૂ કરવામાં આવશે. દરેક શાળાઓએ આ જ ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે.
બાળ મંદિરને લઈને આગામી સમયમાં લેવાશે નિર્ણય
બાળ મંદિરને લઈને જીતુ વાઘાણીએ કહ્યું છે કે અમે અત્યારે ધોરણ 1થી 5ની જાહેરાત કરી શકીએ, બાકી આગામી નિર્ણયની જાહેરાત કરવામાં આવશે.
મને નાના ભૂલકાઓ ફોન કરતાં હતા: વઘાણી
જીતુ વાઘાણીએ કહ્યું કે વાલીઓની પણ ખૂબ ડિમાન્ડ હતી, ધારાસભ્યોશ્રીઓનો આગ્રહ હતો અને મને તો નાના છોકકાઓનાં પણ ફોન આવતા હતા કે સાહેબ અમારે શાળાએ જવું છે.
બધા વેક્સિન લઈ લૉ તેવી અપીલ
વાઘાણીએ કહ્યું કે ભવિષ્યમાં કોરોનાની સ્થિતિ ન આવે તેવી પ્રાર્થના કરીએ અને વિકાસની ગતિ ચેતનવંતી રહે. કોરોનાની વેક્સિન બાકી હોય તો વેક્સિન પણ લઈ લેજો.
શાળામાં કઈ ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.