બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / School bus trapped amidst stoning in Darbhanga, VIDEO VIRAL

અગ્નિપથનો વિરોધ / બિચારા બાળકોનો શું વાંક ? દરભંગામાં પથ્થરમારા વચ્ચે ફસાઈ સ્કૂલ બસ, VIDEO વાયરલ

ParthB

Last Updated: 04:16 PM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અગ્નિપથ યોજના સામે બિહારમાંથી ફાટી નીકળેલી વિરોધની ચિનગારી અનેક રાજ્યોમાં ફેલાઈ ગઈ છે. જો કે હજુ પણ આ આગ બિહારમાં સૌથી ઝડપી છે.

  • બિહારમાંથી ફાટી નીકળેલી વિરોધની ચિનગારી અનેક રાજ્યોમાં ફેલાઈ
  • બિહારના દરભંગાનો એક સ્કૂલ બસનો વીડિયો ઝડપથી વાયરલ 
  • લોકો સોશિયલ મીડિયા પર વિરોધીઓ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી

ઉલ્લેખનીય છે કે, બિહારમાં છેલ્લા ત્રણ દિવસથી યુવાનોનો વિરોધ ચાલી રહ્યો છે. મળતી માહિતી મુજબ શુક્રવારે વહેલી સવારે યુવકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંસક દેખાવો શરૂ કરી દીધા હતા. જેની વચ્ચે બિહારના દરભંગાનો એક સ્કૂલ બસનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

પથ્થરમારામાં સ્કૂલ બસ ફસાઈ ગઈ

બિહારના દરભંગાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અગ્નિપથ યોજનાના હિંસક વિરોધ વચ્ચે એક સ્કૂલ બસ ફસાયેલી વીડિયોમાં જોવા મળે છે. બસમાં ચારથી પાંચ માસૂમ બાળકો પણ છે, જેઓ ડરી રહ્યાં છે અને રડી રહ્યાં છે. લોકો સોશિયલ મીડિયા પર વિરોધીઓ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. 

ભાજપના પ્રદેશ પ્રમુખના ઘર પર હુમલો

વિદ્યાર્થીઓના હિંસક વિરોધ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલના બેતિયામાં આવેલા ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો.

બિહારના નાયબ મુખ્યમંત્રીના ઘર પર ટોળાનો હુમલો

અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ બિહારના ઉપમુખ્યમંત્રી રેણુ દેવીના બેતિયામાં આવેલા ઘર પર હુમલો કર્યો હતો. તેમના પુત્રએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે બેતિયામાં તેમના નિવાસસ્થાન પર હુમલો કરવામાં આવ્યો. ઘરને નોંધપાત્ર નુકસાન થયું છે. રેણુ દેવી હાલ પટનામાં છે.

PHOTO SOURCE : SOCIAL MEDIA 

બક્સરમાં રેલવે ટ્રેક પર તોડફોડ 

બક્સરમાં યુવકોએ રેલવે ટ્રેક પર બેસીને યોજનાનો વિરોધ કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન યુવકોએ ટાયર પણ સળગાવ્યા હતા. જ્યારે લખીસરાયમાં યુવકોએ વિક્રમશિલા એક્સપ્રેસને રોકીને ટ્રેનમાં તોડફોડ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ