જાતિવાદ! /
શિક્ષક દલિત હોય એટલે ગુજરાતમાં ઘર ન મળે? સરકારે બદલી કરી પણ કાર્યવાહી ન કરી
Team VTV03:38 PM, 01 Nov 21
| Updated: 04:03 PM, 01 Nov 21
ગુજરાત મોડલને સમગ્ર દેશમાં રજૂ કરવામાં આવ્યું છે, ગુજરાતનું અર્થતંત્ર પણ અનેક રાજ્યો કરતા ચડીયાતું છે, ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા ક્રાઈમ રેટ પ્રમાણમાં ઓછો છે, પરંતુ ગુજરાતમાં હજુપણ જાતિવાદના મૂળીયા ઉંડે સુધી હોય તેવું નજરે પડી રહ્યું છે.
સુરેન્દ્રનગરમાં જાતિવાદ વિષના કારણે દલિત શિક્ષકને પરેશાની થતી હોવાની ઘટના
શિક્ષક દલિત હોવાને કારણે ઘર ભાડે આપવાનો ઇનકાર
નિનામા ગામના દલિત શિક્ષકને નથી મળતું ઘર
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જાતિવાદના વિષના કારણે નિનામા ગામની સરકારી શાળાના એક દલિત શિક્ષકને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ શિક્ષક જાતિથી દલિત હોવાના કારણે ગામમાં કોઈ ઘર ભાડે આપવાનો ઇનકાર કરી રહ્યા છે. સરકારી શાળાના 50 વર્ષીય શિક્ષક કનૈયાલાર બારૈયા દરરોજ 150 કિલોમીટર અંતર કાપીને ઘરેથી શાળાએ પહોંચે છે. તેઓ વાલ્મિકી સમાજથી આવે છે અને તેઓ ચુડા તાલુકાના છાત્રાળા ગામના રહેવાસી છે, છત્રિયાલાથી નિનામાનું અતર 75 કિમી થાય છે. તો આ ગામમાં પંચાયત દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું છે કે ગામમાં વાલ્મિકી સમાજની વસાહત ન હોવાથી તેમને અહીં ઘર નહીં મળે.
શિક્ષકે ઘર ન મળતાં શિક્ષણ વિભાગને અરજી કરી હતી. આ અરજી ધ્યાને રાખી શિક્ષણ વિભાગે બદલી ના આદેશ આપ્યા છે. કનૈયાલાલ બારૈયાએ સામાજિક ન્યાય વિભાગને પણ ફરિયાદ કરી હતી. બારૈયાએ તલાટી અને સરપંચને પણ અરજી કરી હતી. શિક્ષકની માંગ બાદ પણ નિનામા ગામમાં રહેવાની જગ્યા નથી મળી.
શિક્ષક કનૈયાલાલે દાવો છે કે તેમણે પોતાની સ્થિતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ જણાવી છે અને બદલી કરી આપવા માટે વિનંતી કરી છે. મુખ્યમંત્રીએ મને કહ્યું છે કે, તેઓ આ દિશામાં પગલાં લેશે.
ત્યારે સવાલ થયા છે કે, આજે પણ દલિત સાથે કેમ ઓરમાયું વર્તન? દલિતને કેમ ગ્રામવાસીઓએ મકાન ભાડે ન આપ્યું? શું દલિતને 21મી સદીમાં નથી મળતું સ્થાન? કેમ લોકો હજું પણ રૂઢિવાદી વર્તન કરે છે? સામાજીક ન્યાય વિભાગે ફરિયાદ ઉપર કેમ ન કરી કાર્યવાહી? સરપંચ અને તલાટીએ પણ કેમ શિક્ષકની ફરિયાદ ન સાંભળી? સરકારે બદલી કરી પણ કાર્યવાહી ન કરી.