બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / sbi pan card link state bank of india news sbi online update pib fact check

Fact Check / SBIના 45 કરોડ ગ્રાહકો માટે એલર્ટ! પાન કાર્ડને લઈને આવો કોઈ મેસેજ આવ્યો હોય તો થઈ જજો સાવધાન, એકાઉન્ટ થઈ જશે ખાલી

Arohi

Last Updated: 05:20 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBIમાં ખાતું ધરાવતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. જો તમારું પણ આ બેંકમાં ખાતું છે, તો પાન કાર્ડમાં આવેલા આ અપડેટ વિશે જરૂર જાણી લો

  • SBI ખાતા ધારકો માટે મહત્વનું 
  • પાન કાર્ડને લઈને આવ્યું મહત્વનું અપડેટ 
  • તમારા માટે જાણી લેવું વધારે જરૂરી 

જો તમારું પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું છે. તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. શું તમને પણ પાન કાર્ડ અપડેટ સંબંધિત કોઈ મેસેજ મળ્યો છે? જો હા, તો તેનાથી સાવધાન રહો. જો તમે તમારી વિગતો શેર કરો છો તો તમારું ખાતું ખાલી થઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે શું તમારું SBI એકાઉન્ટ ખરેખર બ્લોક થઈ જશે.

જાણો શું છે મેસેજની હકીકત?
પીઆઈબીએ આ વાયરલ મેસેજનું ફેક્ટ ચેક કરી તેની હકીકત વશે જાણકારી મેળવી. જો તમને પણ આ પ્રકારનો મેસેજ મળ્યો હોય તો પહેલા જાણી લો તમારે શું કરવું જોઈએ.

PIBએ કર્યું ફેક્ટ ચેક
PIBએ તેના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે SBIના નામે એક નકલી મેસેજ જારી કરવામાં આવી રહ્યો છે, જેમાં ગ્રાહકોને કહેવામાં આવી રહ્યું છે કે જો તમે તમારું એકાઉન્ટ બ્લોક થવાથી બચાવવા માંગો છો, તો તેમાં તમારો પાન નંબર ઝડપથી અપડેટ કરો.

સંપૂર્ણપણે ફેક છે આ મેસેજ 
તમને જણાવી દઈએ કે આ મેસેજ સંપૂર્ણપણે ફેક છે. સ્ટેટ બેંક દ્વારા ગ્રાહકોને આવો કોઈ મેસેજ કે મેઈલ જારી કરવામાં આવ્યો નથી. તો તમે આવા ફેક મેસેજથી સાવધાન રહો.

કોઈની સાથે શેર ન કરો આ ડિટેલ્સ
પીઆઈબીએ કહ્યું છે કે આવા મેસેજનો રિપ્લાય ન આપો અને તમારી પર્સનલ વિગતો કોઈની સાથે શેર ન કરો. તેમજ તમારી બેંકિંગ વિગતો કોઈની સાથે શેર કરશો નહીં. આમ કરવાથી તમારું ખાતું ખાલી થઈ શકે છે.

મેલ અને કોલ પર કરી શકાય છે ફરિયાદ 
જો તમારી પાસે ફેક મેસેજ આવે છે તો તમે આ મેલ [email protected] પર ફરિયાદ દાખલ કરાવી શકો છો. આ ઉપરાંત 1930 પર પણ કોલ કરી સંપર્ક કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ