બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / SBI hikes by 10-15 basis points

લોન / દેશનાં કરોડો લોન ગ્રાહકોને લાગ્યો ઝટકો, આ બેંકે વધાર્યાં વ્યાજદરો

Vaidehi

Last Updated: 07:26 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહિના અને 3 મહિનાનાં MCLRને 7.60 % જેટલું વધારીને 7.75% કરવામાં આવ્યું છે. આવી જ રીતે 6 મહિનાનાં MCLRને 7.90 થી વધારીને 8.05% અને 1 વર્ષનાં MCLRને 7.95%થી વધારીને 8.05% કરવામાં આવ્યું છે.

  • SBIનાં MCLR રેટમાં થયો વધારો
  • રેટ્સમાં 10-15 બેસિસ પોઇન્ટ્સની વૃદ્ધિ 
  • ગ્રાહકોને હવે લોનનું વ્યાજ વધુ ચૂકવવું પડશે

જો તમે SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાં ગ્રાહક છો તો તમારા માટે આ અગત્યનાં સમાચાર છે. એસબીઆઇએ મંગળવારે  MCLR વધારેલ છે. જે લોકોની MCLR પર આધારિત લોન ચાલી રહી છે તેનું વ્યાજ હવે મોંઘુ થયું છે. સ્ટેટ બેંકનાં માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ રેટ્સમાં 10-15 બેસિસ પોઇન્ટ્સની વૃદ્ધિ કરવામાં આવી છે. આ નવા દરો 15 નવેમ્બરથી લાગૂ થયાં છે. MCLR એ કોઇપણ બેંકનો ન્યૂનતમ રેટ હોય છે જેના પર ગ્રાહકોને લોન આપવામાં આવે છે. 

સ્ટેટ બેંકનાં MCLR દરોમાં થયાં ફેરફાર
SBIએ આપેલ માહિતી અનુસાર એક મહિના અને 3 મહિનાનાં MCLRને 7.60 % જેટલું વધારીને 7.75% કરવામાં આવ્યું છે. આવી જ રીતે 6 મહિનાનાં MCLRને 7.90 થી વધારીને 8.05% અને 1 વર્ષનાં MCLRને 7.95%થી વધારીને 8.05% કરવામાં આવ્યું છે. તો 2 વર્ષનાં MCLR 8.15%થી વધારીને 8.25% કરવામાં આવેલ છે. 

રેટમાં થયો વધારો
એમસીએલઆર વધવાને લીધે લોન પણ મોંઘી થઇ છે. જે લોકોની લોન MCLR પર આધારિત છે તેમને પહેલાંથી વધુ ઇએમઆઇ ભરવી પડશે. આ સાથે જ નવી લોન પર પણ વધુ વ્યાજ ચૂકવવું પડશે. રેપો રેટમાં થયેલા વધારા બાદ લેન્ડિંગ રેટમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. રિઝર્વ બેંક રેપો રેટમાં 4 વખત વૃદ્ધિ કરી ચૂકી છે અને તેમાં 1.90%નો વધારો પણ નોંધાવવામાં આવ્યો છે. આ મોંઘવારીને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરે છે. વધી રહેલી મોંઘવારીને જોતા સંભવત: રિઝર્વ બેંક ડિસેમ્બરમાં રેપોરેટ ફરી એકવાર મોંઘુ થઇ શકે છે. 

શું છે MCLR?
MCLRની શરૂઆત 2016માં રિઝર્વ બેંકે કરી હતી. એમસીએલઆરનાં આધાર પર જ અલગ- અલગ લોનનાં વ્યાજદર નક્કી થાય છે. આ ન્યૂનતમ દર હોય છે. આ દરની નીચેનાં રેટ પર બેંક લોન આપી શકતી નથી. આ ન્યૂનતમ દરમાં વધારો થતાં જ લોનનાં વ્યાજદરોમાં પણ વધારો થાય છે જેના લીધે વધુ ઇએમઆઇ ચૂકવવી પડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ