બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / sbi ecowrap estimates Crude oil price may fall below 90 dollar per barrel

Good News / પેટ્રોલના ભાવમાં મળી શકે છે મોટી રાહત: ચીન બન્યું મોટું ફેક્ટર, જાણો કઈ રીતે

Dhruv

Last Updated: 10:17 AM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBI Ecowrap એ આગામી એક-બે મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવ 90 ડૉલર પ્રતિ બેરલથી નીચે જવાની સંભાવના વ્યક્ત કરી છે.

  • ચીનના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડાની અસર ક્રૂડ ઓઈલની કિંમતો પર
  • ક્રૂડ ઓઈલના ભાવ 90 ડૉલર પ્રતિ બેરલથી નીચે જવાની સંભાવના
  • ચીનમાં ક્રૂડ ઓઈલની માંગ સતત ઘટી રહી છે

ચીનના ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત બીજા મહિને ઘટાડાની અસર ક્રૂડ ઓઈલની કિંમતો પર દેખાવા લાગી છે. ચીન એ ક્રૂડ ઓઈલની આયાત કરનારો સૌથી મોટો દેશ છે અને ચીનમાં ઔદ્યોગિક ગતિવિધિઓમાં મંદીથી ક્રૂડની માંગ પર અસર થવાની શક્યતા છે. આ જ કારણ છે કે, વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ત્રણ ટકાનો ઘટાડો થયો અને ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 103.9 ડૉલર પ્રતિ બેરલ રહી.

કિંમત 90 ડૉલર પ્રતિ બેરલથી નીચે આવી શકે છે

મંગળવારે તેની કિંમતમાં વધુ ઘટાડો થવાનું અનુમાન છે. યુરોપ પણ આગામી ડિસેમ્બર સુધી રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરવાનું શરૂ રાખશે, જેથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના પુરવઠા માટે મર્યાદિત દેશો પર નિર્ભરતા ન રહે. SBI Ecowrap એ આગામી એક-બે મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવ 90 ડૉલર પ્રતિ બેરલથી નીચે જવાની સંભાવના વ્યક્ત કરી છે.

ક્રૂડ ઓઈલની માંગમાં સતત ઘટાડો

સોમવારે જારી કરાયેલા રિપોર્ટ અનુસાર ચીનમાં ક્રૂડ ઓઈલની માંગ સતત ઘટી રહી છે અને આ વર્ષે એપ્રિલમાં ચીનમાં પેટ્રોલ, ડીઝલ અને એર ઈંધણની માંગ ગયા વર્ષના એપ્રિલની સરખામણીમાં 20 ટકા ઘટી શકે છે. એ હિસાબથી ચીનમાં ક્રૂડ ઓઈલના વપરાશમાં પ્રતિદિન 1.2 મિલિયન બેરલનો ઘટાડો થવાનો અંદાજ છે.

રશિયા-યુક્રેન યુદ્ધની અસર

રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં ચીનમાં ક્રૂડ ઓઈલની સરેરાશ માંગની સરખામણીએ નવ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતના થોડાં દિવસો પહેલાં ક્રૂડ ઓઈલની વૈશ્વિક કિંમત 90 ડૉલર પ્રતિ બેરલની આસપાસ હતી, જે યુદ્ધ પછી 130 ડૉલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ હતી.

ભાવમાં ઘટાડો થવાનું અનુમાન

ચીનમાં કાચા તેલની માંગમાં ઘટાડો અને યુરોપ અને અમેરિકા દ્વારા રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખવાથી કાચા તેલમાં ફરી નરમાઈનો ટ્રેન્ડ શરૂ થયો છે. કોરોનાના કારણે ચીનના ઘણાં મોટા શહેરોમાં લોકડાઉનના કારણે ત્યાંનું ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને ગયા વર્ષના ફેબ્રુઆરી 2020ની નજીક આવી ગયું છે.

રશિયાએ ઉત્પાદન શરૂ રાખ્યું

યુરોપીય દેશ વતી રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખીને રશિયાએ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન શરૂ રાખ્યું છે. રશિયા દરરોજ 47 લાખ બેરલનું ઉત્પાદન કરે છે અને આ ઉત્પાદનના 50 ટકા યુરોપના દેશોમાં નિકાસ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ