બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Save the children! Another deadly mobile game like Blue Whale has surfaced, the first case in Bengal

રેડ એલર્ટ / બાળકોને સાચવજો ! બ્લૂ વ્હેલ જેવી બીજી જીવલેણ મોબાઈલની રમત આવી સામે, બંગાળમાં બન્યો પહેલો કિસ્સો

Hiralal

Last Updated: 06:45 PM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્લૂ વ્હેલ જેવી બીજી જીવલેણ મોબાઈલની રમત સામે આવતા વાલીઓનું ટેન્શન વધ્યું છે અને પશ્ચિમ બંગાળમાં આનો એક કિસ્સો બન્યો છે.

  • મોબાઈલમાં અજાણી બીજી જીવલેણ ગેમ આવી સામે 
    બંગાળના મિદનાપુરમાં બની ઘટના 
    ગેમ હારી જતા છોકરાને 200 વખત જૂતા ફટકારાયા 
    છોકરાને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, સ્થિતિ ગંભીર 
    હારનારને 200 વાર જૂતાથી માર મારવાની ગેમની પહેલી શરત 

જીવલેણ મોબાઈલ ગેમ બ્લૂ વ્હેલથી બધા પરિચિત છે અને હવે મોબાઈલમાં તેના જેવી બીજી જીવલેણ સામે આવતા બાળકોને સાચવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વાતનું પ્રમાણ આપતી એક ઘટના પશ્ચિમ બંગાળના મિદનાપુર શહેરમાં બની છે. બ્લૂ વ્હેલ જેવી જીવલેણ મોબાઈલની રમત સામે આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે ગેમનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ સૂત્રોનો દાવો છે કે આ ગેમની પહેલી શરત એવી છે ગેમ હારવા પર હારનારને 200 વાર પગરખાંથી માર મારવામાં આવશે. 

ગેમ હારી જતા છોકરાઓએ મિત્રને 200 વાર જૂતા ફટકાર્યા 
આ ઘટના મિદનાપુરના પોટાશપુર ગામની છે. કેટલાક સગીર છોકરાઓ બુધવારે તેમના ઘરથી દૂર ખાલી જગ્યામાં મોબાઇલમાં રમતો રમી રહ્યા હતા. આ રમતની પહેલી શરત એવી છે કે જો કોઈ હારી જશે તો તેને 200થી પણ વધારે વાર જૂતાથી ફટકારવામાં આવશે. હવે એક છોકરો રમત હારી ગયો હતો અને નિયમ પ્રમાણે બાકીના છોકરાઓ પોતપોતાના જૂતા લઈને તેની પર તૂટી ગયા હતા અને તેને 200થી પણ વધારે વાર માર માર્યો હતો. છોકરો જૂતાનો માર ખાઈ રહ્યો હતો કારણ કે તે બોલી શકે તેવી હાલતમાં નહોતી કારણ કે શરત પ્રમણે તે જૂતાનો માર ખાવા બંધાયેલો હતો. જૂતાનો માર ખાઈને અધમૂઓ થયેલો કિશોર જ્યારે ઘેર આવ્યો હતો તેના નાકમાંથી લોહી નીકળવાનું શરૂ થયું હતું. ઇજાગ્રસ્તને પહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં ઇજાગ્રસ્ત સગીરની હાલત લથડતાં તેને મેદિનીપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી પોતાના સાથીઓને પૂછતાં માતા-પિતાને મોબાઇલ ગેમની જાણ થઇ ગઇ હતી.

ગેમ અંગે કોઈ જાણકારી નહીં
આ મોબાઈલ ગેમનું નામ અને બીજી કોઈ જાણકારી સામે આવી નથી પરંતુ સૂત્રોએ જણાવ્યું કે આ રમતની એકમાત્ર શરત એવી છે કે જો તમે હારશો તમને 200થી વધારે વાર જૂતા ફટકારવામાં આવશે. વહેલું કે મોડું આ ગેમનું નામ સામે આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. તમામ છોકરાઓ મોબાઈલ પર આ ગેમ રમી રહ્યાં હતા. 

બ્લૂ વ્હેલ નામની ગેમ 300થી વધુ બાળકોનો ભોગ લઈ ચૂકી છે 
ઉલ્લેખનીય છે કે આ પહેલા બ્લૂ વ્હેલ નામની આ ગેમ ચીન, અમેરિકા અને ભારત સહિત ઘણા દેશોમાં 300થી વધુ બાળકોનો ભોગ લઇ ચૂકી છે.ગેમમાં 50 દિવસનું ટાસ્ક આપવામાં આવે છે અને અંતે આત્મહત્યા જેવું પગલું ભરવું પડે છે. આ ગેમ ફિલિપ નામના યુવકે બનાવી હતી. તેમણે કહ્યું કે આ રમત સમાજમાં સ્વચ્છતા માટે છે. જે લોકો આત્મહત્યા કરે છે તે જૈવિક કચરો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ