બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / saurashtra university director of examination nilesh soni resigns

પેપર લીક કાંડ / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર કાંડ બાદ હલચલ: કાયમી નિમણૂંક થયાના 4 મહિનામાં જ પરીક્ષા નિયામકે રાજીનામું આપતા તર્ક-વિતર્ક

Dhruv

Last Updated: 11:40 AM, 22 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં છાશવારે પેપર ફૂટ્યાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર કાંડ બાદ પરીક્ષા નિયામકના રાજીનામાથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર કાંડ બાદ હલચલ
  • પરીક્ષા નિયામક નિલેશ સોનીનું એકાએક રાજીનામું
  • કુલપતિની રાહ જોયા બાદ આપ્યું રાજીનામું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર કાંડ ઝડપાયા બાદ હવે પરીક્ષા નિયામક નિલેશ સોનીએ એકાએક રાજીનામું આપી દીધું છે. કાયમી પરીક્ષા નિયામક તરીકે નિયુક્ત થયાના માત્ર 4 જ માસમાં નિલેશ સોનીએ પરીક્ષા નિયામકપદેથી રાજીનામું ધરી દીધું છે. પેપર લીક કાંડ બાદ પરીક્ષા નિયામકના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. પ્રકરણમાં કોલેજનું નામ જાહેર થાય એ પહેલાં જ રાજીનામાથી ચારે બાજુ ચર્ચાનો માહોલ જામ્યો છે. કુલપતિ ગિરીશ ભીમાણીની રાહ જોયા બાદ તેઓ ગેરહાજર હોવાથી તેઓએ મહેકમ વિભાગમાં રાજીનામું આપતા અનેક ચર્ચાઓ ઉઠી છે.

યુનિવર્સિટીમાં શિક્ષણકાર્યને સજ્જડ બ્રેક લાગી હોય તેવો માહોલ

રાજકીય અખાડો બની ગયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ સંશોધન અને શિક્ષણકાર્યને સજ્જડ બ્રેક લાગી હોય તેવો માહોલ ઉભો થયો છે. કુલપતિ ગિરીશ ભીમાણીના અત્યંત નજીકના ગણાતા પરીક્ષા નિયામક નિલેશભાઈ સોનીને કુલપતિએ તેમની બાજુમાં જ તેમના જેવડી જ આલીશાન ચેમ્બર આપી હતી. તેમજ અનેક પરીક્ષાલક્ષી કાર્યો નિલેશભાઈ સોની સુપેરે સંભાળતા હતા. પરંતુ કોઈ લેખિત આદેશ વગર મૌખિક જ ચાલતું હોવાની વ્યાપક ચર્ચા ચાલી રહી છે.

પ્રકરણમાં કોલેજનું નામ જાહેર થાય એ પહેલાં રાજીનામાથી ચર્ચા

યુનિવર્સિટીના અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ તો મહત્વની જવાબદારી સંભાળવાની વાત આવે ત્યારે રજા ઉપર ઉતરી જતા હોય છે. આ સંજોગોમાં કુલપતિના નજીકના અધિકારી નિલેશ સોની અને નાયબ કુલસચિવ જી.કે. જોષી મહત્વની જવાબદારી સંભાળતા હતા. તેમાં પેપર લીક કાંડ બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અને સતત વિવાદમાં રહેવાને કારણે રાજકીય દાવ લેવાની સિસ્ટમથી કંટાળીને નિલેશ સોનીએ રાજીનામું આપ્યું હોવાની ચર્ચા ચાલે છે. પ્રકરણમાં કોલેજનું નામ જાહેર થાય એ પહેલા નિલેશ સોનીના એકાએક રાજીનામાથી ભારે ચર્ચા જાગી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ