બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / saurashtra university big decesion on fail students exam will be taken in 6 months

BIG NEWS / હવે નહીં બગડે નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું વર્ષ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જુઓ શું કર્યો મહત્વનો નિર્ણય

Dhruv

Last Updated: 11:11 AM, 20 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં કેટલાંક મહત્વના નિર્ણયો કર્યા છે. જેના લીધે નાપાસ થયેલી વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડતા-બગડતા અટકી જશે.

  • વિદ્યાર્થીઓના હિતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહત્વના નિર્ણય
  • નાપાસ થયેલા વિદ્યાર્થીઓ 6 મહિનામાં જ પરીક્ષા આપી શકશે
  • તમામ વિદ્યાર્થીઓને હવે નિઃશુલ્ક પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ અપાશે

વિદ્યાર્થીઓના હિતમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો. નાપાસ થયેલા વિદ્યાર્થીઓ હવે 6 મહિનામાં જ પરીક્ષા આપી શકશે. પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે વિદ્યાર્થીઓના હિતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો.

કોઈ વિદ્યાર્થી નાપાસ થયો હોય તો તેની પરીક્ષા 6 મહિનાની અંદર લેવાશે

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિની અધ્યક્ષતામાં ગઈકાલે આચાર્યોની એક બેઠક યોજાઈ હતી. જેમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા. કુલપતિએ બેઠકમાં જણાવ્યું હતું કે, 'હવેથી દરેક સેમેસ્ટરની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે. એટલે કે, કોઈ વિદ્યાર્થી નાપાસ થયો હોય તો તેની પરીક્ષા 6 મહિનાની અંદર લેવામાં આવશે. એટલે કે હવે તેણે આખું વર્ષ રાહ નહીં જોવી પડે.'

તમામ વિદ્યાર્થીઓને હવે નિઃશુલ્ક પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ અપાશે

આ સાથે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત નિર્ણય કરી તમામ વિદ્યાર્થીઓને હવે નિઃશુલ્ક પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અગાઉ 150 રૂપિયા ફી વસૂલવામાં આવતી. ધો. 12ના પરિણામ જાહેર થયા બાદ કોલેજોમાં એડમિશન પ્રક્રિયા ચાલુ હોવાથી નવું સત્ર શરૂ થાય એ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમણીએ ગઇકાલે કોલેજના આચાર્યો સાથે એક મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા. જેમાં કહી શકાય કે, અગાઉ પદવીદાન સમારોહ થાય ત્યારે જ ડિગ્રી મળતી. જેના લીધે અંદાજે લગભગ 5000 જેટલાં વિદ્યાર્થીઓએ આગળ નોકરી મેળવવા માટે યુનિવર્સિટીમાં 150 રૂપિયા ફી ભરીને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ કઢાવવું પડતું. પરંતુ હવે કુલપતિ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવાનો નિર્ણય કરાયો છે.

પ્રતિકાત્મક તસવીર

હવેથી આગામી તમામ પરીક્ષા ત્રણ સેશનમાં લેવાશે

એ સિવાય હવેથી આગામી તમામ પરીક્ષા ત્રણ સેશનમાં લેવાશે એટલે કે સવારે સેમેસ્ટર 1, બપોરે સેમેસ્ટર 3 અને સાંજે સેમેસ્ટર 5ની પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે  ત્રીજો મહત્ત્વપૂર્ણ નિર્ણય એ જાહેર કરવામાં આવ્યો છે કે, જે વિદ્યાર્થીઓ કોઈ વિષયમાં નાપાસ થયા હોય તો તેમને એક વર્ષ સુધી રાહ જોવી ન પડે અને તેનું આખું વર્ષ ન બગડે તે માટે નિર્ણય કરી દરેક પરીક્ષા વર્ષમાં બે વખત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ફીની સાથે-સાથે પરીક્ષા ફોર્મની ફી લેવાના નિર્ણયથી વિદ્યાર્થીઓને થશે ફાયદો

ઉલ્લેખનીય છે કે, આ સાથે યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટરવાઇઝ વિદ્યાર્થીઓની ફીની સાથે-સાથે પરીક્ષા ફોર્મ ફી પણ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓને એ ફાયદો થશે કે અગાઉ એક્ઝામની તારીખ 15 દિવસ પહેલાં જાહેર થતા કેટલાંક વિદ્યાર્થીઓને મોડું થતા પરીક્ષા ફોર્મમાં લેટ ફી ભરવાની રહેતી. જે હવેથી લેટ ફીનો કોઇ પ્રશ્ન જ નહીં  ઉદભવે. કોલેજ દ્વારા જ વિદ્યાર્થીઓના ફોર્મ સમયસર ભરવાના રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ