બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / SAUDI PRINCE CROWN MOHHAMAD BIN SALMAN WILL VISIT INDIA IN NOVEMBER

ભારતપ્રવાસ / આવતા મહિને ભારત આવશે સાઉદી ક્રાઉન પ્રિન્સ સલમાન, જાણો કેમ ખૂબ ખાસ છે આ મુલાકાત

Vaidehi

Last Updated: 02:03 PM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવેમ્બર મહિનામાં સાઉદી ક્રાઉન મહોમ્મદ બિન સલમાન ભારત આવશે અને પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. રિપોર્ટ અનુસાર પીએમ મોદીએ તેમને ભારત પધારવાનું નિમંત્રણ આપ્યું હતું.

  • PM મોદીએ મહોમ્મદ સલમાનને આપ્યું નિમંત્રણ 
  • સાઉદી ક્રાઉન બિન સલમાન પધારશે ભારત
  • નવેમ્બર મહિનામાં લેશે મુલાકાત

સાઉદી ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મોહમ્મદ બિન સલમાન આવતાં મહિને એટલે તે નવેમ્બર મહિનામાં ભારતનાં પ્રવાસે આવશે અને પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત લેશે.  રિપોર્ટ અનુસાર પીએમ મોદીએ સપ્ટેમ્બર મહિનામાં વિદેશમંત્રી એસ જયશંકર થકી સાઉદી પ્રિન્સને આમંત્રણ મોકલ્યું હતું. જેનો સ્વીકાર કરીને તેઓ ભારત પધારવાનાં છે.

14 નવેમ્બરનાં પહોંચશે ભારત
સાઉદી ક્રાઉન પ્રિન્સ 14 નવેમ્બરના સવારે ભારત પહોંચશે અને ભારતના વડાપ્રધાનની મુલાકાત લેશે. પ્રિન્સ ભારત માત્ર એક દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. બીજા જ દિવસે મહોમ્મદ બિન સલમાન ઇન્ડોનેશિયાનાં બાલીમાં થનારી જી20 શિખર સમ્મેલનમાં શામેલ થવા રવાના થશે. 

સાઉદી અરબના ઊર્જામંત્રી પણ આવ્યાં હતા ભારત
સાઉદી અરબનાં ઊર્જામંત્રી અબ્દુલ અઝીઝ બિન સલમાન ભારતનાં પ્રવાસે ગયાં અઠવાડિયે જ આવ્યાં હતાં. તેમની આ યાત્રા ઓપેક+ સંગઠન તરફથી તેલ ઉત્પાદનમાં થતી તંગીના નિર્ણય બાદ થઇ હતી. તેમણે ભારતનાં વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ, તેલમંત્રી હરદીપસિંહ પુરી અને વીજમંત્રી આરકે સિંહ સાથે મુલાકાત લીધી હતી. 

ગયાં મહિને જ પ્રધાનમંત્રી બન્યાં મહોમ્મદ બિન સલમાન
સાઉદી શાસક કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝએ 27 સપ્ટેમ્બરનાં ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાનને પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યો. તેની સાથે જ પોતાના બીજા દિકરા પ્રિન્સ ખાલીદને રક્ષામંત્રી અને ત્રીજા દિકરા અબ્દુલ અઝીઝ બિન સલમાનને ઊર્જામંત્રીના પદ માટે નિયુક્ત કર્યાં હતાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ