જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને દંડાધિકારી માનવામાં આવ્યા છે. આ સાથે જ એવી માન્યતા છે કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ અને સજા આપે છે. એટલા માટે વ્યક્તિએ હંમેશા સારા કાર્યો કરવા જોઈએ, કારણ કે જો શનિદેવ ગુસ્સે થઈ જાય છે તો રાજાને પણ રંક બનાવી દે છે. માન્યતાઓ અનુસાર જ્યારે પણ શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે તે તેના ભક્તોને ધનવાન બનાવી દે છે. પણ જ્યારે શનિદેવ ગુસ્સે થાય છે ત્યારે એમની ક્રૂર દ્રષ્ટિ મનુષ્યનો નાશ કરે છે. શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે.
જ્યોતિષી અનુસાર શનિદેવ હોળીના એક દિવસ પહેલા ઉદય પામવાના છે. જણાવી દઈએ જે શનિદેવ 6 માર્ચે રાત્રે 11.36 કલાકે કુંભ રાશિમાં ઉદય કરશે. આ સાથે જ જ્યોતિષીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શનિદેવના ઉદયથી પાંચ રાશિના જાતકોની મુશ્કેલીઓમાં વધારો થશે. એટલે કે એ રાશિના જાતકોને 6 માર્ચ પછી ખૂબ જ સાવધાન રહેવું પડશે.
શનિનો ઉદય આ રાશિના લોકોની મુશ્કેલીઓમાં વધારો કરશે
મેષ
મેષ રાશિના જાતકો જો કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે એ યોજનાને હાલ મુલતવી રાખવી જોઈએ. જણાવી દઈએ કે રોકાણ કરનારાઓ માટે આ સમય કષ્ટદાયક રહેશે. સાથે જ મેષ રાશિના જાતકોના ખર્ચમાં વધારો થશે અને આવકમાં અવરોધ આવશે. આ કારણે પૈસાની તંગી વધી શકે છે.
કન્યા
શનિદેવનો ઉદય કન્યા રાશિના જાતકોના આત્મવિશ્વાસને અસર કરશે. પરિવાર સાથે મતભેદ વધી શકે છે. સાથે જ આ સમયે અજાણ્યા લોકોથી સાવધાન રહેવું અને પૈસાની લેવડ-દેવડમાં ખાસ કાળજી રાખવી. શનિના ઉદય સમયે આ રાશિના લોકોની વાણી પર નિયંત્રણ ન રહેવાને કારણે સંબંધો બગડતા જોવા મળશે સાથે જ વિવાહિત જીવનમાં પણ ખટાશ આવી શકે છે.
વૃશ્ચિક
શનિદેવના ઉદયથી વૃશ્ચિક રાશિના જાતકોને ધંધામાં નુકસાનની પ્રબળ સંભાવના છે આ સાથે જ મોટો અને નફાકારક સોદો તમારા હાથમાંથી સરકી શકે છે. શનિદેવનો ઉદય વૃશ્ચિક રાશિના જાતકોને વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પતિ-પત્ની વચ્ચે અણબનાવ વધી શકે છે.
મકર
શનિનો ઉદય મકર રાશિના લોકોના સંબંધોને પ્રભાવિત કરી શકે છે. જણાવ દઈએ કે આ સમયમાં ભાઈ-બહેન સાથે મિલકતને લઈને વિવાદ થઈ શકે છે. સાથે જ સ્વાસ્થ્ય માટે પણ સમય સારો નથી. કરિયરની દ્રષ્ટિએ પણ સમય મુશ્કેલ છે.
મીન
શનિના ઉદય પછી મીન રાશિના જાતકો દ્વારા ઉતાવળમાં લેવાયેલ દરેક નિર્ણય તમારી મુશ્કેલીમાં વધારો કરશે. એ સમયે બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ તમારા ઘરનું બજેટ બગાડશે. નોકરી-ધંધાના લાભમાં ઘટાડો થઈ શકે છે. અકસ્માત થવાની સંભાવના છે.