બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Sarva Pitru Amavasya on 25th September, know the importance, law of worship, Pitru Mantra and Muhurta

સર્વપિતૃ અમાસ / ત્રિવેણી પૂજનથી દૂર થાય છે તમામ સંકટ, પિતૃ પક્ષના છેલ્લા દિવસએ દરેક પૂર્વજોના નામનું આ રીતે કરો શ્રાદ્ધ

Megha

Last Updated: 09:43 AM, 23 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિતૃ પક્ષની સર્વપિતૃ અમાસ પર એવી ધાર્મિક માન્યતા છે કે 16 દિવસથી પૃથ્વી પર આવેલા પિતૃઓ આ અમાવાસ્યાના દિવસે પિતૃલોકમાં પાછા ફરે છે.

  • પિતૃ પક્ષના છેલ્લા દિવસે સર્વપિતૃ અમાસ ઉજવવામાં આવે
  • રવિવારના રોજ પિતૃ પક્ષનો છેલ્લો દિવસ છે એમ કહી શકાય
  • જાણો શું છે અમાસ પર શ્રાદ્ધનું મહત્વ 

હિંદુ કેલેન્ડર મુજબ પિતૃ પક્ષના છેલ્લા દિવસે સર્વપિતૃ અમાસ ઉજવવામાં આવે છે અને આ અમાવસ્યા 25 સપ્ટેમ્બર એટલે કે રવિવારના રોજ ઉજવવામાં આવશે. એટલે કે રવિવારના રોજ પિતૃ પક્ષનો છેલ્લો દિવસ છે એમ પણ કહી શકાય. આ અમાવસ્યાને વિસર્જન કે મહાલય અમાવસ્યા તરીકે પણ ઓળખાય છે. પિતૃ પક્ષની સર્વપિતૃ અમાસ પર એવી ધાર્મિક માન્યતા છે કે 16 દિવસથી પૃથ્વી પર આવેલા પિતૃઓ આ અમાવાસ્યાના દિવસે પિતૃલોકમાં પાછા ફરે છે. સાથે જ માન્યતા અનુસાર આ અમાસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન અને દક્ષિણા આપવામાં આવે છે.

અમાસ પર શ્રાદ્ધનું મહત્વ 
જણાવી દઈએ કે પિતૃ પક્ષના છેલ્લા દિવસે સર્વપિતૃ અમાસ પર તમે દરેક પૂર્વજોના નામનું શ્રાદ્ધ પણ કરી શકો છો જેમની શ્રાદ્ધ તારીખ ભૂલી ગયા હોઈએ કે કોઈ કારણસર શ્રાદ્ધ ન કરી શક્યા હોઈએ. પિતૃ અમાવસ્યા પર શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારને આશીર્વાદ આપે છે. માન્યતા મુજબ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને તેમના જ સ્વરૂપમાં આપવામાં આવે છે એટલે કે એ દિવસએ શ્રાદ્ધમાં પિતૃઓને ચઢાવવામાં આવતું ભોજન એ સ્વરૂપમાં બદલાઈ જાય છે તેઓ જે સ્વરૂપમાં જન્મ્યા જોય. પણ આવી સ્થિતિમાં માણસ યોનિમાં હોય તો તે ખોરાકના રૂપમાં, પ્રાણીની યોનિમાં હોય તો ઘાસના રૂપમાં, સાપની યોનિમાં વાયુના રૂપમાં ભોજન પંહોચે છે. ખાસ યાદ રાખવું કે અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવતા પહેલા દક્ષિણ દિશા તરફ મોઢું કરીને પંચબલી ગાય, કૂતરા, કાગડા, દેવી-દેવતા અને કીડીઓ માટે ભોજન કાઢો. 

અમાસના દિવસે આ રીતે કરો શ્રાદ્ધ 
પિતૃ પક્ષના છેલ્લા દિવસે સર્વપિતૃ અમાસ પર સવારે ઉઠીને સ્નાન કરીને સફેદ રંગના વસ્ત્રો ધારણ કરીને પિતૃઓના નામનું તર્પણ કરવું જોઈએ. પૂજા સમયે દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને બેસો અને આ સાથે જ તાંબાના વાસણમાં ગંગાજળ ભરીને તેમાં કાળા તલ, કાચું દૂધ નાખો. એ પછી આ જળથી પિતૃઓને અર્પણ કરો અને એ પછી પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો.

પિતૃ મંત્ર 
ॐ पितृ दैवतायै नमः - આ મંત્રનો 108 વાર જાપ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. 

સર્વપિતૃ અમાસ મુહૂર્ત 
પંચાંગ અનુસાર સર્વપિતૃ અમાસ તિથિ 25 સપ્ટેમ્બરના દિવસે સવારે 3:10 વાગ્યાથી શરૂ થશે અને 26 સપ્ટેમ્બરના દિવસે  સવારે 3:23 વાગ્યે સમાપ્ત થશે. એટલા માટે સર્વપિતૃ અમાસ 25 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ