બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / sarpanch of this village in Gujarat is in the mood to fight against the liquor den, liquor is no longer allowed to be sold in the village

સંકલ્પ / દારૂના અડ્ડા વિરુદ્ધ લડી લેવાના મૂડમાં ગુજરાતના આ ગામના સરપંચ, ગામમાં હવે નહીં વેચવા દેવાય દારું

Kishor

Last Updated: 07:23 AM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લઠ્ઠાકાંડમાં બોટાદના રોજિદ ગામે એકસાથે 9 અરથી ઉઠતાં સરપંચનું હૈયુ હચમચી ગયું હતું જેને લઇને તેમણે ગામમાં દારૂ ન વેચાવા દેવાનો સંકલ્પ કર્યો છે.

  • રોજીદ ગામના સરપંચનો સંકલ્પ
  • હવે ગામમાં નહી વેચાવા દે દારૂ
  • દારૂના અડ્ડા વિરુદ્ધ લડી લેવાના મૂડમાં

બોટાદના બરવાળા તાલુકાના લઠ્ઠાકાંડે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધુ છે. 38 જેટલા મૃત્યુથી ભલભલાની આંખમાં આંસુ લાવી દે તેવા હતા. ત્યારે હવે રોજિદ ગામના સરપંચે પણ સંકલ્પ કર્યો છે કે તે ક્યારેય પણ ગામમાં દારૂ વેચાવા નહીં દે. જ્યારે રોજિદ ગામમાં 9 લોકોની અરથી નીકળી ત્યારે ગામના સરપંચના પણ રૂવાડા ઉભા થઈ ગયા હતા. ગામમાં ચાલી રહેલા દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરવા તેમજ રોજિદ સહિત સમગ્ર બરવાળા તાલુકામાં દેશી દારૂ વેચનારા વિરુદ્ધ એક્શન લેવાની માગ કરી હતી.     

બરવાડા તાલુકામાં દારૂનો કોઈ કેસ જ લેતા નથી
ખુદ રોજીદ ગામના સરપંચ જીગર ડુંગરાણી પોલીસ પર આક્ષેપ કરી રહ્યા છે. સરપંચે કહ્યું કે 3 મહિના પહેલા અરજી કરી હતી. જે મામલે પોલીસ ગામમાં આંટા મારવા આવે અને કાર્યવાહી કરવાના બદલે રાઉન્ડ મારીને જતી રહે છે. બરવાડા તાલુકામાં દારૂનો કોઈ કેસ જ લેતા નથી. છતાં બેફામ દારૂ વેચાતો હોવાની ફરિયાદો ઉઠે છે.  
 
મારા ગામમાં ક્યાંય દેશી દારૂ નહીં વેચાવા દઉં : સરપંચ
સરપંચ સીધે સીધો પોલીસ પર આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ દારૂ બનાવનારા બુટલેગરોને છાવરી રહી છે. જેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. સરપંચના મતે વર્ષોથી ગામમાં દેશી દારૂ વેચાય છે. જે અંગે રજૂઆત પણ કરી છે જોકે કોઈ કાર્યવાહી નથી થઈ. જોકે હવે સરપંચે પણ સંકલ્પ કર્યો છે કે મારા ગામમાં ક્યાંય દેશી દારૂ નહીં વેચાવા દઉં અને જો કોઈ દારૂના નશામાં પકડાશે તો હું હાઈ લેવલ સુધી ફરિયાદ કરીશ.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ