બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / sarpanch of surrounding botad villages warns not to drink alcohol

સંકલ્પ / બોટાદ લઠ્ઠાકાંડ બાદ સરપંચો થયા એક્ટિવ, ઢોલ વગાડી ચેતવણી આપતા કહ્યું 'જો ગામમાં દારૂ પીતા કે વેચતા પકડાશો તો...'

Dhruv

Last Updated: 03:03 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદ લઠ્ઠાકાંડ બાદ આસપાસના ગામના વિસ્તારોના લોકો સચેત થઇ ગયા છે. સરપંચોએ દારૂ પીનારા સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી.

  • બોટાદ લઠ્ઠાકાંડ બાદ આસપાસના ગ્રામ્યજનો થયા સજાગ
  • સરપંચે ઢોલ વગાડી ગામ લોકોને સાવચેત કર્યા
  • બનાસકાંઠાના જેઠા ગામના સરપંચની ચેતવણી

ગુજરાતમાં બોટાદનો લઠ્ઠાકાંડ કુલ 40થી વધુ લોકોને ભરખી ગયો છે. સાથે આ લઠ્ઠાકાંડની અસર ગામડાઓમાં વધારે જોવા મળી છે. આથી આ ઘટના બાદ કેટલાંક ગામોની વસ્તી જાગૃત થઇ છે. જેમાં કેટલાંક ગામડાઓમાં તો ખુદ સરપંચે જ ગામમાં દારૂબંધીની પહેલ કરી છે.  આવી જ એક પહેલ થરાદના જેઠા ગામના સરપંચે કરી છે.

ગામમાં જો કોઇ દારૂ પીશે કે વેચશે તો તેની સામે કાર્યવાહી કરાશે: સરપંચ

થરાદના જેઠા ગામના સરપંચ દ્વારા ગામમાં દારૂબંધી કરવામાં આવી છે. સરપંચે જાહેર ચેતવણી આપતા જણાવ્યું કે, 'હવે ગામમાં જો કોઇ દારૂ પીતો હશે કે વેચતો હશે તો તેની સામે કાર્યવાહી કરાશે. ગ્રામ્ય કક્ષાએ કાર્યવાહી કર્યા બાદ તેને પોલીસને સોંપાશે.' જેટા ગામના સરપંચે ગામ લોકોને સાથે રાખીને આ નિર્ણય કર્યો છે. સરપંચનું કહેવું છે કે, 'કોઇ પણ સમાજનો વ્યક્તિ જો દારૂ પીતો પકડાશે તો કાર્યવાહી થશે.' પોલીસને સોંપી તેની સામે કડક કાર્યવાહીની પણ સરપંચે ચેતવણી આપી છે.

નાના વાવડી ગામના સરપંચે ખુદ ઢોલ વગાડીને ગામલોકોને સાવચેત કર્યા

તો બીજી બાજુ બરવાળા લઠ્ઠાકાંડ બાદ આસપાસના વિસ્તારો પણ સજાગ થઇ ગયા છે. ત્યારે એકબાદ એક ગામના સરપંચો આવી ઘટના ના ઘટે તે માટે પહેલેથી જ એલર્ટ થઇ ગયા છે. રાણપુરના નાના વાવડી ગામના લોકોને સચેત કરી દેવાયા છે. સરપંચે ખુદ ઢોલ વગાડીને ગામલોકોને સાવચેત કર્યા છે. તેમજ દારૂનું કોઇ સેવન કરશે કે વેચાણ કરશે તો કડક કાર્યવાહી કરાશે આવી સરપંચે જાતે ઢોલ વગાડીને જાહેરાત કરી હતી.

બોટાદના રોજિદ ગામમાંથી એકસાથે 9 લોકોની અર્થી ઉઠી હતી

તમને જણાવી દઇએ કે, લઠ્ઠાકાંડમાં બોટાદના રોજિદ ગામે એકસાથે 9 લોકોની અર્થી ઉઠતાં સરપંચનું હૈયું હચમચી ઉઠ્યું હતું જેને લઇને સરપંચે ગામમાં દારૂ ન વેચાવા દેવાનો સંકલ્પ લીધો છે. તમે સૌ કોઇ જાણો છો કે, બોટાદના બરવાળા તાલુકાના લઠ્ઠાકાંડે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. અત્યાર સુધીમાં 43 લોકોના મૃત્યુએ ભલભલાની આંખમાં આંસુ લાવી દીધા છે. ત્યારે હવે એક બાદ એક ગામના સરપંચો સજાગ થઇ ગયા છે. સાથે ગ્રામ્યજનો પણ એક્ટિવ થઇ ગયા છે. સરપંચ ખુદ જાતે લોકોને દારૂ નહીં પીવા અંગેની અપીલ કરે છે. સાથે ચેતવણી પણ આપે છે કે જે કોઇ દારૂ પીતા પકડાશે કે વેચાણ કરતા પકડાશે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.

જો કોઈ દારૂના નશામાં પકડાશે તો હું હાઈ લેવલ સુધી ફરિયાદ કરીશ: રોજિદ ગામના સરપંચ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા રોજિદ ગામના સરપંચે પણ સંકલ્પ કર્યો હતો કે, 'તે ક્યારેય પણ ગામમાં દારૂ નહીં વેચાવા દે.' કારણ કે જ્યારે રોજિદ ગામમાંથી 9 લોકોની અરથી નીકળી હતી ત્યારે ગામના સરપંચના પણ રૂવાડા ઉભા થઈ ગયા હતા. ગામમાં ચાલી રહેલા દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરવા તેમજ રોજિદ સહિત સમગ્ર બરવાળા તાલુકામાં દેશી દારૂ વેચનારા વિરુદ્ધ એક્શન લેવાની માંગ કરી હતી.     

સરપંચ સીધેસીધો પોલીસ પર આક્ષેપ કરી રહ્યાં છે કે, પોલીસ દારૂ બનાવનારા બુટલેગરોને છાવરી રહી છે. જેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. સરપંચના મતે વર્ષોથી ગામમાં દેશી દારૂ વેચાય છે. જે અંગે રજૂઆત પણ કરી છે, જો કે કોઈ કાર્યવાહી નથી થઈ. જો કે હવે સરપંચે સંકલ્પ કર્યો છે કે, 'મારા ગામમાં ક્યાંય દેશી દારૂ નહીં વેચાવા દઉં અને જો કોઈ દારૂના નશામાં પકડાશે તો હું હાઈ લેવલ સુધી ફરિયાદ કરીશ.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ