તમિલ એક્ટર પલાનિયપ્પની કારની ટક્કરથી તમિલ દિગ્દર્શક અને એક્ટર સરન રાજનું અવસાન થયું છે.
તમિલ દિગ્દર્શક અને એક્ટર સરન રાજનું રોડ એક્સિડન્ટમાં મોત
તમિલ એક્ટર પલાનિયપ્પનની કારની ટક્કરથી થયું મોત
પલાનિયપ્પન નશો કરીને ચલાવી રહ્યાં હતા કાર
દિગ્દર્શક સરન રાજનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. આ ઘટના 8 જૂને ચેન્નઈમાં બની હતી. અહેવાલો અનુસાર તમિલ અભિનેતા પલાનીઅપ્પનની કારની ટક્કરે મોત નીપજ્યું હતું. સરન પોતાની બાઈક પર સવાર થઈને આવી રહ્યાં હતા ત્યારે પલાનીઅપ્પને કાર તેમને ટકરાવી હતી જેમાં તેમનું અવસાન થયું હતું. પલાનીઅપ્પન નશાની હાલતમાં કાર ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે પલાનીઅપ્પનની ધરપકડ કરી હતી.
બાઈક અને કાર વચ્ચે થયો અકસ્માત
જાણકારી અનુસાર 8 જૂનના રોજ રાત્રે લગભગ 11:30 વાગ્યે સરન રાજ આર્કોટ રોડથી બાઈક પર જઈ રહ્યાં હતા ત્યારે તેમને પલાનીઅપ્પની કારની ટક્કર વાગી હતી. રાજ સરને હેલ્મેટ ન પહેર્યું હોવાથી તેમને માથાને ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ત્યાંને ત્યાં તેમનું મોત થયું હતું. રોડ પરથી પસાર થતા લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને એક્ટરને હોસ્પિટલ લઇ ગઇ હતી, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતા.
ઘટનાને કારણે ભારે શોક
આ ઘટનાને કારણે ભારે શોક વ્યાપી ગયો છે. સરન રાજે વડા ચેન્નઈ ફિલ્મમાં મોટી ભૂમિકા ભજવી હતી.